1લી જાન્યુઆરીથી CBSE ની પ્રેક્ટીકલ પરીક્ષા: સમયસર સિલેબર્સ પૂરો કરવા સ્કૂલોને સૂચના
શાળાઓ સાથે વિદ્યાર્થીઓ માટે પણ ગાઈડલાઈન બહાર પાડી: પરીક્ષાર્થીઓની સાથે સુપરવાઇઝર અને પરીક્ષકનો ફોટો બોર્ડમાં મોકલવો પડશે
આગામી તારીખ પહેલી જાન્યુઆરીથી સીબીએસઈની પ્રેક્ટીકલ પરીક્ષા શરૂ થશે. જે પૂર્વે બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ અને શાળાઓ માટે ગાઈડલાઈન જાહેર કરી છે. આ વખતની ગાઈડ લાઈનમાં ધ્યાન સૂચક વાત એ રહી છે કે જેમાં પરીક્ષક અને સુપરવાઇઝરની સાથે વિદ્યાર્થીનો ચહેરો બતાવો ફરજિયાત રહેશે. પ્રેક્ટીકલ પરીક્ષા માટે બહારથી પરીક્ષક ને બોલાવવામાં આવતી નહીં.
કેન્દ્રીય બોર્ડ દ્વારા પ્રેક્ટીકલ પરીક્ષા માટેની જાહેર કરાયેલી ગાઈડ લાઇનમાં ખાસ ઉલ્લેખ કરાયો છે કે શાળાઓ દ્વારા નિશ્ચિત સમયમાં કોર્સ પૂરો કરો જેથી કરીને વિદ્યાર્થીઓને પુનરાવર્તન માટેનો સમય પૂરતો મળી રહે. પ્રેક્ટીકલ પરીક્ષામાં દરેક વિદ્યાર્થીઓએ તેના નિર્ધારિત સમય પર બેસવાનું રહેશે કારણ કે બોર્ડ દ્વારા ફરીથી ઇન્ટર્નલ પરીક્ષામાં બેસવાની તક આપવામાં આવશે નહીં.
આ ઉપરાંત શાળાઓના પ્રિન્સિપાલએ ખાતરી કરી લિંક પર સાચા માર્કસ અપલોડ કરવાના રહેશે, પ્રિન્સિપાલ દ્વારા અપલોડ કરાયેલા માર્ગ અંતિમ માર્ક ગણવામાં આવશે ત્યારબાદ કોઈપણ ફેરફાર થઈ શકશે નહીં. પ્રેક્ટીકલ પરીક્ષામાં એક બેચમાં 30 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે.