‘પ્રોપગેન્ડા ગેંગ’ પાસેથી દવા ખરીદવી એટલે જીવનું જોખમ !! ડૉક્ટરને ‘રાજી’ કરી પોતાની દવાનું વેચાણ વધારવા આ ગેંગ કોઈ પણ હદે જવા તૈયાર
- આ ગેંગના ‘
વમળ'માં અત્યારે અનેક તબીબો ફસાયેલા, દર્દીઓને જરૂર ન હોય છતાં આડેધડ લખવી પડે છે દવાઓ
ડૉક્ટરને
‘રાજી’ કરી પોતાની દવાનું વેચાણ વધારવા માટે અત્યારે આ ગેંગ કોઈ પણ હદે જવા તૈયાર- ઈન્ડિયન મેડિકલ એસો. બધું જ જાણે છે છતાં બોલવાની કોઈનામાં હિંમત નથી: આ એસો.ની રચના યોગ-દાંડિયારાસ સહિતના કાર્યક્રમો યોજવા માટે ન્હોતી થઈ
પ્રજાનો અવાજ બનીને ‘વોઈસ ઓફ ડે' દ્વારા
સફેદ કપડાં (ડૉક્ટર) પાછળ કાળો ખેલ’ નામની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેને જનતા તરફથી અકલ્પનીય પ્રતિસાદ સાંપડી રહ્યો છે. કોઈ પણ ડૉક્ટર હોય તે ખોટું કરે એટલે તેની ઉપર કાર્યવાહી કરવા માટે સરકારને છૂટો દોર હોય છે અને અત્યારે ખ્યાતિ સહિતની હોસ્પિટલ સામે થઈ રહેલી કાર્યવાહી તેનો જીવંત પૂરાવો છે. જો કે આગ લાગે ત્યારે કૂવો ખોદવો એ તો આ સરકારની જૂની કાર્યશૈલી છે પરંતુ તેની સાથે સાથે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) પણ સરકારની માફક ગાઢ નિદ્રામાં પોઢી રહ્યું હોય તેવી રીતે દર્દીઓનું હિત જાળવવાની જગ્યાએ ઈવેન્ટ મેનેજમેન્ટમાં વ્યસ્ત હોય તેવું રાજકોટના જ સીનિયર તબીબોને લાગી રહ્યું છે. આ એસોસિએશનની રચના ડૉક્ટર તેમજ દર્દીઓની સુરક્ષા તેમજ હિત જળવાય તે માટે કરવામાં આવી હતી પરંતુ રાજકોટમાં અત્યારે આ એસોસિએશન માત્રને માત્ર ઈવેન્ટ યોજવા માટે જ કાર્યરત હોય તેવું બધાને સ્પષ્ટપણે લાગી રહ્યું છે.
અત્યારે પ્રોપગેન્ડા ગેંગ મતલબ કે પોતાની દવાનું વેચાણ તબીબને કોઈ પણ કિંમત ચૂકવીને વધારવા માટે મેદાને ઉતરી પડી છે. આ દવાનું સ્તર કેવું હોય છે, કેટલું હોય છે, અસર કરશે કે નહીં તે સહિતની તમામ વિગત તબીબ જાણતા હોય છે પરંતુ કમિશનરૂપી વજનથી તેમનું ખીસ્સું છલકાઈ રહ્યું હોવાને કારણે દર્દીઓને જરૂર ન હોય છતાં દવા લખી આપવાનું ચૂકતા નથી જેના કારણે દર્દીઓના જીવ ઉપર જોખમ ઝળુંબી રહ્યું છે.
સીનિયર તબીબોએ ‘વોઈસ ઓફ ડે' સમક્ષ બળાપો ઠાલવતાં જણાવ્યું હતું કે આઈએમએ-રાજકોટ અત્યારે શહેરમાં યોગ કાર્યક્રમ, દાંડિયારાસ સહિતના કાર્યક્રમોમાં જ વ્યસ્ત હોય તેવું અમને લાગી રહ્યું છે. તાજેતરમાં જ અહીં એક રાજ્યકક્ષાની
જીમાકોન’ નામની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં દેશભરના તબીબો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રકારના કાર્યક્રમ આવકારદાયક છે પરંતુ સાથે સાથે રાજકોટના અમુક ડૉક્ટરો જે રીતે અત્યારે કમિશનના ખેલમાં રત બની ગયા છે તે દૂષણ અટકાવવાની જવાબદારી પણ આઈએમએએ ઉઠાવીને એ દિશામાં કાર્યવાહી કરવી જોઈએ પરંતુ દૂર્ભાગ્યવશ દર્દીઓના હિતની એસો.ના એક પણ હોદ્દેદારને પડી નથી. શહેરમાં અત્યારે અનેક ક્નસલ્ટન્ટ અને જનરલ પ્રેક્ટિસનર્સ `માલ પ્રેક્ટિસ’ મતલબ કે જરૂર ન હોય તેવી દવાઓ લખીને દર્દીઓને લૂંટી રહ્યા છે પરંતુ આઈએમએ મુકપ્રેક્ષક બનીને સઘળો તમાશો નિહાળી રહ્યું છે. આઈએમએમાં અત્યારે અનુભવી તબીબોની ફૌજ છે અને તેમના ધ્યાન ઉપર લગભગ બધી જ વસ્તુ રહેતી હોય છે આમ છતાં હોદ્દેદાર હોવાના બણગા ફૂંકતા એક પણ તબીબમાં અવાજ ઉઠાવવાની નૈતિકતા રહી નથી જે કમનસીબી ગણાશે.
આને કહેવાય નૈતિકતા ! એક તબીબને કમિશન'ની લાલચ આપનાર એમ.આર.ને કાંઠલો પકડી બહાર કાઢ્યો
રાજકોટની એક પ્રતિષ્ઠિત હોસ્પિટલ અને તેમાં સૌથી સીનિયર તબીબ તરીકે જેમની ગણના થાય છે તે તબીબની ઓફિસમાં એક એમ.આર.ઘૂસી ગયો હતો. શરૂઆતમાં પોતાની દવા વિશે વાતચીત કર્યા બાદ ધીમે ધીમે કરીને આ એમ.આર. દ્વારા કમિશન ચૂકવણાની વાત શરૂ કરવામાં આવી હતી. બસ, કમિશનનો
ક’ સાંભળીને ડૉક્ટર ઉકળી ઉઠ્યા હતા અને તેમણે દર્દીઓથી ખીચોખીચ ભરેલી હોસ્પિટલમાં આ એમ.આર.ને કાંઠલો પકડીને બહાર કાઢ્યો હતો. જો આવી નૈતિકતા તમામ તબીબો દાખવે તો દર્દીઓ લૂંટાતાં બચી જશે.
જનરલ પ્રેક્ટિસનર્સ-ક્નસલ્ટન્ટ વચ્ચેની ચેઈન તોડવી અત્યંત આવશ્યક
રાજકોટમાં અત્યારે મોટી સંખ્યામાં જીપી મતલબ કે જનરલ પ્રેક્ટિસનર્સ કાર્યરત છે. અનેક દર્દીઓ એવા હોય છે જે આ જીપીથી સાજા થઈ શકતા ન હોવાથી તે ફલાણા-ઢીકણા ક્નસલ્ટન્ટ પાસે દર્દીને મોકલી આપે છે. આ મોકલવા પાછળ દર્દીનું હિત નથી જોવાતું બલ્કે ક્નસલ્ટન્ટ દ્વારા જીપીને ચૂકવાતું કમિશન જવાબદાર છે.
સરકાર પણ કુંભકર્ણની નિદ્રામાં: શા માટે MRPની જગ્યાએ LRP અમલી નથી બનાવતી ?
સરકાર ધારે તો દવા પર એમઆરપી (માર્કેટ રિટેઈલ પ્રાઈસ)ની જગ્યાએ એલઆરપી (લોએસ્ટ રિટેઈલ પ્રાઈસ)નો નિયમ અમલી બનાવે તો જે રીતે `વચેટિયા’ કમિશન ખાઈને તગડા થઈ રહ્યા છે તે ગોરખધંધો બંધ થઈ શકે છે. આ ઉપરાંત દર્દીઓને સસ્તા ભાવે દવા પણ ઉપલબ્ધ બની શકે છે.
ઘરઘંટીથી લઈને મર્સિડીઝ સુધીની ઑફર': કેવી રીતે ચાલે છે સિન્ડીકેટ ?
સીનિયર તબીબોના જણાવ્યા પ્રમાણે અનેક દવા કંપની દ્વારા તબીબોને ઘરઘંટીથી લઈ મર્સિડીઝ કાર સુધીની ઓફર કરવામાં આવે છે. કોઈ તબીબ મર્સિડીઝ કાર ઉપર પસંદગી ઉતારે તો તેને મહિનાનો ટાર્ગેટ આપવામાં આવે છે. આ ટાર્ગેટ પૂરો કરવા માટે તબીબ દર્દીઓને જરૂર ન હોય છતાં દવા લખી આપે છે જેના બદલામાં કંપની દ્વારા ડૉક્ટરના નામે જ મર્સિડીઝ ખરીદી અપાય છે અને ડૉક્ટર ટાર્ગેટ પૂરો કરે તો એ મર્સિડીઝનો હપ્તો પણ કંપની ભરપાઈ કરે છે અને ટાર્ગેટ પૂરો ન કરે તો પછી હપ્તો ડૉક્ટરે ભરવાનો રહે છે ! વળી, દર મહિનાની ૨૧ તારીખે કંપનીનો એમ.આર.ડૉક્ટર પાસે આવીને
સાહેબ, ટાર્ગેટમાં હજુ ઘણું ઘટે છે’ કહીને `યાદી’ પણ આપે જ છે !!
લૂંટથી બચવા દર્દીઓએ શું કરવું જોઈએ ?
દર્દીઓને લૂંટવા માટે અવનવા કીમિયા અખત્યાર કરવામાં આવી રહ્યાનો પર્દાફાશ વોઈસ ઓફ ડે' દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે હવે લૂંટથી બચવા શું કરવું જોઈએ તેનો ઉકેલ પણ આપી રહ્યા છીએ. કોઈ ડૉક્ટર પાસે જઈએ એટલે તે ડૉક્ટર બીમારી ઠીક ન કરી શકે એટલે બીજા ડૉક્ટર પાસે જવાની
ભલામણ’ કરે છે. બસ, દર્દીએ પ્રથમ ડૉક્ટરે સુચવેલા બીજા ડૉક્ટર પાસે ક્યારેય ન જવું જોઈએ. આ ઉપરાંત ડૉક્ટર દ્વારા નક્કી કરાયેલા મેડિકલ પાસેથી જ દવા લેવાનો આગ્રહ રાખવાની જગ્યાએ કોઈ પણ મેડિકલમાંથી દવા ખરીદી શકાય તેવી દવા લખાવવાનો આગ્રહ રાખવો જોઈએ. જો કોઈ ડૉક્ટર એમ કહે કે દવા ખરીદીને મને બતાવી જજો એટલે સમજી જવાનું કે આમાં કમિશનનો ખેલ હશે, હશે અને હશે જ…!
પ્રોપગેન્ડા-એથીક્સ…આ બે વચ્ચે ચાલે છે સઘળી રમત
ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં અત્યારે પ્રોપગેન્ડા મતલબ કે કમિશન ચૂકવીને દવાનું વેચાણ કરવા તેમજ એથીક્સ દર્દીઓના હિતને ધ્યાનમાં રાખીને દવાનું વેચાણ કરવા…આ બે વસ્તુના આધારે દવાનું વેચાણ અને ખરીદી થઈ રહ્યા છે. પ્રોપગેન્ડા ધરાવતી કંપની ડૉક્ટર માંગે તે બધું હાજર કરી દે છે જ્યારે એથિક્સ મતલબ કે સિદ્ધાંત ધરાવતી કંપની ક્યારેય ડૉક્ટરને `ખુશ’ કરવા માટે દવાનું વેચાણ કરવાના ઈરાદા ધરાવતી નથી. અત્યારે આ બન્ને વચ્ચે જ સઘળી રમત ચાલી રહી છે.