ફાકી-ગુટખા નહિ ખાવા સલાહ આપી વેપારીનો ગળાના કેન્સરથી કંટાળી આપઘાત
રાજકોટના કોઠારીયા ગામમાં સિલ્વર પાર્ક-૧માં રહેતાં પંકજભાઇ વાલાભાઇ ભુત (ઉ.વ.૪૬) નામના નટ બોલ્ટના વેપારીએ ગળાના કેન્સરથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધી હતો આપઘાત પૂર્વે પંકજભાઈએ બીજા વ્યસનીઓને ઉદેશી લખેલી સ્યુસાઈડ નોટમાં મને કેન્સર થયું છે, કોઇએ ફાકી-ગુટખા ખાવા નહિ. તેવું જણાવ્યું હતું. પંકજભાઇએ રાતે અઢી વાગ્યે ગળાફાંસો ખાઇ લીધો હતો. કોઇ સ્વજન રાતે જાગતાં તેમણે પંકજભાઇને લટકતાં જોતાં કલ્પાંત સર્જાયો હતો. તેમના મોત થી બે સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી છે.