કાલાવડ રોડ પર સૂર્યાદય સોસાયટીમાં ગેરકાયદેસર બાંધકામ થતાં બંગલો સીલ
શાંતિનિકેતન સોસાયટીથી અમૃત પાર્કને જોડતાં રસ્તા વચ્ચે ખડકાયેલી દિવાલ તોડી પડાઈ
ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ મહાપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો તોડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે આવું જ એક ગેરકાયદે બાંધકામ પોશ વિસ્તાર કાલાવડ રોડ ઉપર થઈ ગયાનું ધ્યાન પર આવતાં જ ટાઉન પ્લાનિંગ શાખાના બૂલડોઝરે ધણધણાટી બોલાવી દીધી હતી.
વોર્ડ નં.૮માં સૂર્યાદય સોસાયટી, શેરી નં.૨માં ભૂપતસિંહ વાઘેલા નામના વ્યક્તિએ બંગલામાં ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તેને દૂર કરવા માટે નોટિસ અપાયા છતાં તોડવાનું નામ લઈ રહી ન હોય આખરે બંગલો જ સીલ કરી દેવામાં આવ્યો હતો.
જ્યારે વોર્ડ નં.૧માં શાંતિનિકેતન સોસાયટીથી અમૃત પાર્કને જોડતાં માર્ગ વચ્ચે લતાવાસીઓ દ્વારા રસ્તા ઉપર જ દિવાલ ખડકી દેવામાં આવી હોય આસપાસના રહીશોને પસાર થવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી હોય થોડા સમય પૂર્વે જ વોર્ડ નં.૧ના કોર્પોરેટર હિરેન ખીમાણીયા સહિતનાએ રજૂઆત કરતા મનપા દ્વારા આ ગેરકાયદેસર દિવાલને નેસ્તોનાબૂદ કરવામાં આવી હતી.
