કોમ્પલેક્સમાં પબ્લિક પાર્કિંગનો પ્રશ્ન હાથમાં લેતાં બિલ્ડરો-મનપા
- ટ્રાફિક-પાર્કિંગ પ્રશ્નને વાચા આપનાર `વોઈસ ઓફ ડે’ની ઈમ્પેક્ટ
બિલ્ડર એસો.ના પ્રમુખ પરેશ ગજેરાએ કહ્યું, ટૂંક સમયમાં જ પાર્કિંગ સમસ્યાને લગત સુચનો લઈને મહાપાલિકા સાથે કરાશે બેઠક
મનપા ભીડવાળા, જૂના કોમ્પલેક્સ કે જ્યાં પાર્કિંગની સુવિધા શક્ય નથી તેવા વિસ્તારો માટે અલગથી પ્લોટ ફાળવે
રાજકોટમાં ક્યારેય ન ઉકેલી શકાય હોય, લોકોને સૌથી વધુ સતાવતી હોય તેવી જો કોઈ સમસ્યા હોય તો સૌથી પહેલાં ટ્રાફિક અને પાર્કિંગનું જ નામ આવે…! અનેક અધિકારીઓ બદલાયા છતાં આ મુશ્કેલીનું કોઈ નિવારણ લાવી શક્યું નથી ત્યારે આ બન્ને અગવડ સામે વોઈસ ઓફ ડે'એ પ્રજાનો અવાજ બનાવી કાન આમળતાં જ તંત્ર દોડતું થયું છે. દરમિયાન મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે રાજકોટ બિલ્ડર એસો.ના પ્રમુખ સહિતના સાથે ક્નસ્ટ્રક્શન સાઈટ પર મજૂરોની સેફ્ટી ઉપરાંત કોમ્પલેક્સના સેલરમાં પાર્કિંગના પ્રશ્ન સહિતના મુદ્દે ચર્ચા કરી હતી. આ બેઠક બાદવોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં બિલ્ડર એસો.ના પ્રમુખ પરેશ ગજેરાએ ખાતરીપૂર્વક જણાવ્યું હતું કે આ સમસ્યાનું જેટલું ઝડપથી નિરાકરણ આવે તે માટે અમે પ્રયાસરત છીએ.
પરેશ ગજેરાએ વધુમાં જણાવ્યું કે મહાપાલિકા સાથે વિવિધ મુદ્દે એક બેઠક મળી છે ત્યારે હવે બિલ્ડર એસો.ની એક બેઠક મળશે જેમાં પાર્કિંગ પોલિસીનો મુદ્દો અગ્રસ્થાને રહેશે. આ બેઠકમાં તંત્ર સાથે મળીને આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવી શકાય તે મુદ્દે ચર્ચા કરાશે સાથે સાથે તંત્રને પણ બિલ્ડર એસો. તરફથી સુચનો કરવામાં આવશે.
કેવા પ્રકારના સુચનો કરાશે તેના પર પ્રકાશ પાડતાં પરેશ ગજેરાએ જણાવ્યું કે મહાપાલિકા દ્વારા ભીડભાડવાળા, જૂના કોમ્પલેક્સ કે જ્યાં પાર્કિંગની સુવિધા શક્ય બની શકે તેમ નથી તેવા વિસ્તારો માટે અલગથી પ્લોટ ફાળવે તો ઘણું કામ સરળ થઈ જાય તેમ છે. ઉદાહરણ તરીકે યાજ્ઞિક રોડ ઉપર ઘણા બધા કોમ્પલેક્સમાં પાર્કિંગની સુવિધા નથી ત્યારે આવા કોમ્પલેક્સમાં આવનારા લોકો માટે મહાપાલિકાના નજીકના પ્લોટમાં જ એલિવેટેડ પાર્કિંગ'ની સુવિધા ઉભી કરાય તો આ સમસ્યાથી છૂટકારો મળી શકે તેમ છે. આવી જ રીતે અન્ય વિસ્તારોમાં પણ તંત્રના પ્લોટ ખાલી પડ્યા છે જેનો પાર્કિંગ માટે ઉપયોગ કરી શકાય તેમ છે. આ ઉપરાંત શહેરમાં જે નવા કોમ્પલેક્સ બની રહ્યા છે ત્યાં પાર્કિંગની સુવિધા આપવામાં જ આવે છે પરંતુ આ સુવિધા ભવિષ્યને ધ્યાનમાં રાખીને વિકસાવી શકાય તે માટે જીડીસીઆરમાં ફેરફાર કરવાનું સુચન પણ બિલ્ડરો દ્વારા મહાપાલિકાને કરશે. ખાસ કરીને સુરતમાં અત્યારે ઘણાખરા કોમ્પલેક્સમાંવેલે પાર્કિંગ’ મતલબ કે કોઈ વ્યક્તિ પોતાની કાર કે સ્કૂટર લઈને જાય એટલે ત્યાં કોમ્પલેક્સની જ એક વ્યક્તિ ઉભી હોય છે તેને પોતાનું વાહન સોંપી દે એટલે તે વ્યક્તિ વાહન પાર્ક કરી આવે છે. આવી જ સુવિધા રાજકોટમાં ઉપલબ્ધ બને તેવી તૈયારી બિલ્ડર એસો.ની છે ત્યારે તંત્ર આમાં સહયોગ આપે તેવી અમને અપેક્ષા છે.
જૂના કોમ્પલેક્સમાં પાર્કિંગની સુવિધા ઉભી કરવી અઘરી !
પરેશ ગજેરાએ `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે જૂના કોમ્પલેક્સમાં સેલર ખાલી હોવા છતાં લોકોને વાહન પાર્ક કરવા દેવામાં આવતું નથી તે વાત સ્વીકાર્ય પરંતુ અહીં બિલ્ડર એસો. તેને ફરજ પાડી શકે તેમ નથી કેમ કે જે તે કોમ્પલેક્સે એસોસિએશન બનાવી નાખ્યું હોવાથી પાર્કિંગની જવાબદારી તેના પ્રમુખની રહે છે નહીં કે બિલ્ડર એસો.ની ! જો કે તેમણે ભારપૂર્વક એમ પણ ઉમેર્યું કે તંત્ર આ દિશામાં કડક કાર્યવાહી કરે તો પણ આ સમસ્યામાંથી મહદ અંશે છૂટકારો મળી શકે તેમ છે.
પાર્કિંગની ભવિષ્યની વ્યવસ્થાને ધ્યાનમાં રાખી ૠઉઈછમાં ફેરફાર કરાય, સુરતની માફક કોમ્પલેક્સમાં `વેલે પાર્કિંગ’ની સુવિધા
ઉભી કરવા સહિતના સુચનો કરાશે
પાર્કિંગ માટે પ્લોટની વાત `ચવાઈ’ ગયેલી !
ભૂતકાળના મ્યુનિ.કમિશનરોએ પણ યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં પાર્કિંગ માટે મહાપાલિકાનો પ્લોટ આપવાની વાતો કરી હતી પરંતુ આ વાત માત્રને માત્ર એક દાવો બનીને રહી ગઈ છે ત્યારે હાલના મ્યુનિ.કમિશનર આનંદ પટેલ આ દિશામાં વાસ્તવિક રીતે કાર્યવાહી કરે અથવા તો કોમ્પલેક્સ સામે દંડનીય કાર્યવાહી કરે તો જ સમસ્યામાંથી લોકોને છૂટકારો મળી શકે તેમ છે.
