રેલવે હોસ્પિટલ ખાતે “બ્રેસ્ટ કેન્સર અવેરનેસ પ્રોગ્રામ” યોજાયો
રાજકોટ ડિવિઝનલ રેલવે હોસ્પિટલ ખાતે તાજેતરમાં ‘બ્રેસ્ટ કેન્સર અવેરનેસ પ્રોગ્રામ’નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચીફ મેડિકલ ઓફિસર ડૉ. રાજ કુમાર દ્વારા સ્તન કેન્સરની સારવાર માટે સર્જરી, કીમોથેરાપી, રેડિયોથેરાપી અને હોર્મોનલ થેરાપી વિશે પણ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મહિલા સમાજ સેવા સમિતિ રાજકોટ ડિવિઝન ના પ્રમુખ શ્રીમતી રંજના કુમાર અને સેક્રેટરી શ્રીમતી મીતા સૈની ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ડો.આર.વી.શર્મા, ડો.સમુદ્ર માને, ડો. શાલિની, ડો. બંસી, ડો. સુરભી, ડો. મીત, અન્ય તમામ પેરા-મેડીકલ સ્ટાફ, રેલવે મહિલા કર્મચારીઓ અને અન્ય મહિલાઓ ઉપસ્થિત રહી હતી.