બોર્ડની પરીક્ષાને પણ ‘મોંઘવારી’નડી: પરીક્ષા ફીમાં રૂ.25નો વધારો
આ વર્ષે 15 દિવસ વહેલી પરીક્ષા લેવાશે, શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા ફી જાહેર:ધો.10માં રૂ.405 અને ધો.12માં રૂ.565 ફી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે પંદર દિવસ વહેલી બોર્ડની પરીક્ષા યોજાશે પરીક્ષાને લઈને હવે આવેદન ભરવાથી લઇ પરીક્ષા બોર્ડની ફી સુધીની પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવે છે.
બોર્ડ દ્વારા ફેબ્રુઆરી 2025માં લેવાના ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા અંગેની ફી જાહેર કરવામાં આવી છે જેમાં આ વર્ષે પરીક્ષા ફી માં ગત વરસની સરખામણીએ 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે 540 રૂપિયા હતા જેમાં આ વર્ષે ₹25 નો વધારો કરીને બોર્ડની ફી 565 કરવામાં આવી છે આ ફી નિયમિત વિદ્યાર્થીઓ માટે રહેશે જ્યારે એક વિષયની પરીક્ષા આપનાર રીપીટરને 160, બે વિષયમાં પરીક્ષા આપનાર રીપીટર વિદ્યાર્થીને 255 અને ત્રણ વિષયમાં રીપીટર વિદ્યાર્થીને 330 ફી ભરવાની રહેશે.
જ્યારે ધોરણ 10 ની પરીક્ષામાં ગત વર્ષે 380 રૂપિયા ફી હતી જેમાં વધારો કરીને 405 રૂ. કરવામાં આવી છે. એક વિષયના રીપીટર માટે 150 બે વિષયના રિપીટર માટે 215 અને ત્રણ વિષયના રિપીટર માટે 275 ની ફી લેવામાં આવશે.
આગામી સમયમાં બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલમાં જિલ્લા શિક્ષણ તંત્ર વિભાગ દ્વારા પણ ઝોન,બ્લોક અને બિલ્ડીંગ સર્વે શરૂ કરવામાં આવ્યો છે.