ભાજપે કોંગ્રેસને કહ્યું, અમારા સાથે જોડાવ’, કોંગ્રેસે કહ્યું, તમે આવી જાવ
બન્ને પક્ષોના નેતા-કાર્યકર વચ્ચે
જોડાવ-જોડાવ’ની રમત'
ભાજપ દ્વારા સમગ્ર દેશમાં પ્રાથમિક સભ્યપદ અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત કરોડો લોકોને પક્ષ સાથે જોડવાની યોજના છે. આ અંતર્ગત ભાજપના નેતાઓ તેમજ કાર્યકરો દ્વારા સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ ઉપર તેઓ ભાજપના પ્રાથમિક સભ્ય બન્યા હોય તેવા તસવીર સાથેના મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે.
શહેર ભાજપ દ્વારા આવો જ એક મેસેજ કોંગ્રેસના નેતાને મોકલવામાં આવતાં કોંગ્રેસે ભાજપના નેતા-કાર્યકરને કોંગ્રેસમાં જોડાઈ જવા માટેનું આમંત્રણ આપ્યું હતું ! મહાપાલિકાના વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર તેમજ ભાજપ અગ્રણી મયુર શાહ દ્વારા પોતે ભાજપના પ્રાથમિક સભ્ય બન્યા હોવાનો મેસેજ કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતને વોટસએપ ઉપર મોકલવામાં આવ્યો હતો. આ મેસેજનો મહેશ રાજપૂત દ્વારા એવો જવાબ આપ્યો હતો કે
હું કોંગ્રેસનો તેના છું, હું તમને કોંગ્રેસ પરિવારમાં જોડાવા હાર્દિક આમંત્રણ આપું છું, આવો કોંગ્રેસ સાથે જોડાણ કરી ભાજપના સકંજામાંથી દેશને બચાવી દેશ હિતનું કામ કરીએ.’
આ મેસેજના સ્ક્રીનશોટ સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થતાં લોકોમાં હાસ્યનું મોજું પણ ફરી વળ્યું હતું અને તરેહ તરેહની કોમેન્ટ પણ પાસ થવા લાગી હતી.