ભાજપના નેતાની ‘ફુલગુલાબી’ વીડિયો ચેટ વાયરલ
બાબુ નસીતના નામે યુવતી સાથે ચેટિંગ થઈ રહ્યું હોય તેવો વીડિયો બે વર્ષ પછી
અચાનક’ જ વાયરલ થતાં રાજકારણમાં તરેહ તરેહની ચર્ચા
શિયાળાની ફુલગુલાબી' ઠંડીના પગરવ હજુ થયા નથી તે પહેલાં જ ભાજપના એક નેતાની
ફુલગુલાબી’ વીડિયો ચેટ વાયરલ થતાં રાજકારણમાં તરેહ-તરેહની ચર્ચાઓએ જોર પકડી લીધું છે. જિલ્લા ભાજપના અગ્રણી ગણાતાં બાબુભાઈ નસીતના નામે કથિત યુવતી સાથે ચેટિંગ થઈ રહ્યું હોય તેવો વીડિયો છેક બે વર્ષ પછી અચાનક' જ વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે ૨૦૨૧માં બાબુભાઈ નસીત ન્યુડ કોલનો શિકાર બન્યા હતા.
આ વખતે તેમની સાથે કથિત રીતે યુવતી દ્વારા ચેટિંગ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં ફેસબુક મેસેન્જર પર
બાબુભાઈ’ તેવું નામ લખેલું જોવા મળી રહ્યું છે. ૬ મિનિટ ૪૯ સેક્નડના આ વીડિયોમાં બાબુભાઈ સાથે યુવતી દ્વારા સેક્સ સંબંધિત અનેક પ્રકારની ચર્ચાઓ કરવામાં આવે છે અને તેમાં બાબુભાઈના નામે મેસેજ સેન્ડ કર્યા પછી થોડી જ સેક્નડમાં તેને ડિલિટ કરી નાખવામાં આવતું હોવાનું પણ દેખાઈ રહ્યું છે. આશ્ચર્યજનક રીતે વીડિયો અડધો પૂર્ણ થયો ત્યારે બાબુભાઈ નસીતનો ચહેરો પણ તેમાં દૃશ્યમાન થઈ રહ્યો છે. આ વીડિયો માર્ચ-૨૦૨૧નો હોવાનું કહેવાઈ રહ્યું છે ત્યારે હવે તેને ૨૦૨૩માં શા માટે વાયરલ કરવામાં આવ્યો હશે તેને લઈને વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે.
બાબુ નસીતે તે વખતે સાયબર ક્રાઈમમાં કરેલી અરજી અક્ષરશ:
બાબુભાઈ બાવનજીભાઈ નસીત
ખોખડદડ, તા.જી. રાજકોટ
મો: ૯૮૨૪૪૪૧૬૭૮
તા.૨૭-૩-૨૧
પ્રતિ
મદદનીશ પોલીસ કમિશનરસાહેબ,
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન,
રાજકોટ શહેર
વિષય: મેસેન્જરમાંથી વીડિયો કોલ કરીને બ્લેકમેઈલ બાબતે
સવિનય સાથ જણાવવાનું કે અમો અરજદાર બાબુભાઈ નસીત અમારા નામનું ફેસબુક એકાઉન્ટ ધરાવીએ છીએ જેમાં આજે સવારમાં મનિષા શર્મા એકાઉન્ટમાંથી વારંવાર વીડિયો કોલ આવવાથી મેં વીડિયો કોલ એક્સેપ્ટ કર્યો બાદમાં તેને મારા ફોટામાં એડિટિંગ કરી મને બ્લેકમેઈલ કરી ફોટા અપલોડ કરી પૈસાની માંગ કરે છે જેના માટે મને ૭૦૬૪૦ ૨૫૦૧૨ તથા IFSC CODE AIRP0000001માં પૈસા નાખવા ધમકી આપે છે તથા મો.નં.૯૭૮૩૧૬૧૯૪૩ તથા ૮૫૯૬૦૫૬૫૦૪માંથી ધમકી આપે છે તો યોગ્ય કરવા વિનંતી.
બાબુભાઈ બી.નસીત
મારા હિતશત્રુની હરકત છે, સમય આવ્યે જવાબ આપીશ
દરમિયાન બાબુભાઈ નસીતે `વૉઈસ ઑફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે માર્ચ-૨૦૨૧માં તેમનું ફેસબુક એકાઉન્ટ હેક કરીને તેમના નામે ચેટિંગ તેમજ ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઘટના બન્યા બાદ મેં તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી અરજી પણ કરેલી હતી. આ વીડિયો બે વર્ષ પછી શા માટે વાયરલ થયો ? તેવા પ્રશ્નનો ઉત્તર આપતાં તેમણે કહ્યું કે આ મારા હિતશત્રુની હરકત હોય તેવું લાગી રહ્યું છે એટલા માટે સમય આવ્યે હું તેનો જવાબ આપીશ. આ સમગ્ર વીડિયો અંગે તેમના પરિવારજનો પણ વાકેફ હોવાનું તેમણે ઉમેર્યું હતું.