રાજકોટ-પોરબંદરહાઈવેપરથી રૂ.5.37 લાખનું બાયોડીઝલ પકડાયું
બે શખ્સોની ધરપકડ કરી રૂ.11.47 લાખનો મુદ્દમાલ કબજે
રાજકોટ ગ્રામ્ય એલસીબીનો સપ્તાહમાં બીજો દરોડો
રાજકોટ ગ્રામ્ય એલસીબીએ રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પાસે આવેલ સાંઢળાનાટીંબાના માર્ગની બાજુમા આવેલ બંસીધર એન્ટરપ્રાઇઝમાં દરોડો પાડી રૂ.5.37 લાખનું બાયોડીઝલ સાથે બે શખ્સોની ધરપકડ કરી રૂ. 11.47 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો. રાજકોટ ગ્રામ્ય એલસીબીનો સપ્તાહમાં બીજો દરોડો પડ્યો હતો
રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પાસે આવેલ સાંઢળા નાટીંબાનામાર્ગની બાજુમા આવેલ બંસીધર એન્ટરપ્રાઇઝમાંથી બાયો ડીઝલનું વેચાણ થતું હોય એલસીબીના પીઆઈ વી. વી. ઓડેદરા અને તેમની ટીમે દરોડો પાડી ધોરાજીના હરેશભાઇ જેઠસુરભાઇ ચાવડા અને કુતીયાણાના રામભાઇ હમીરભાઇ ભાટુની ધરપકડ કરી જીજે 06એવી 8741 નંબરનો ટ્રક તેમજ જ્વલનશીલપેટ્રોલીયમરૂ. ૫,૩૭,૩૦૦ની કિમતનું ૭,૧૬૪લીટર બાયો ડીઝલ, ઈલેક્ટ્રીક ફ્યુલપં૫, ભુગર્ભટાંકોસહિત રૂ. ૧૧,૪૭,૩૦૦નો મુદ્દામાલ કબ્જેકરીએફ.એસ.એલ.તપાસણીબોલાવી ગોડાઉન શીલ કરવામા આવ્યું હતું. રાજકોટ રેન્જનાઆઇજી અશોકકુમાર યાદવ, જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડની સૂચનાથી એલસીબીએ કામગીરી કરી હતી.