ભૂતખાના ચોક: અહીં ટ્રાવેલ્સ અને રિક્ષાવાળાની જ મનમાની ચાલે છે
- પેટ્રોલ પમ્પમાં ગેસ કે પેટ્રોલ ભરાવવા લાઇન લગાવી રિક્ષાચાલકો રસ્તાને બાનમાં લઇ લે છે
- બપોરે ૧૨ થી ૧ અને સાજે ૬ થી ૭ વાગ્યા સુધી ભૂતખાના ચોક વાહનોનું જંગલ બની જાય છે
રાજકોટમા ટ્રાફિકની અવ્યવસ્થાને કારણે રાજકોટની જનતા વાહનોના જગલમા ફસાઇ ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે. શહેરની નિષ્ક્રિય ટ્રાફિક પોલીસ, દાદાગીરી કરતા રિક્ષા ચાલકો અને ખાનગી ટ્રાવેલ્સવાળાઓને લીધે રાજકોટના ઢેબરભાઇ રોડ થી ભૂતખાના ચોક સુધી કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાય છે. એસ.ટી.ની બસોથી લઇને સેંકડો વાહનો ચારે તરફ ફસાઇ જાય છે. કોર્પોરેશન ચોકથી શરૂ કરી છેક ભૂતખાના ચોક અને ઢેબર રોડ સુધી વાહનોનો લાબી લાઇન લાગે છે. એકની પાછળ એક એમ વાહનો તો લાબા અતર સુધી અટક્યાં જ કરે છે. બપોરે ૧૨ થી ૧ અને સાજે ૬ થી ૭ સુધી ભૂતખાના ચોક થી એસટી બસ સ્ટેન્ડ અને બીજી તરફ ઢેબરભાઇ રોડ પર વાહનોની લાઇનો લાબી લાઈનો લાગે છે. એસટીની બસો, ૬૦ થી ૭૦ મોટરકાર, ૧૦૦થી વધારે સ્કૂટર-સાઇકલના ચાલકો આ ટ્રાફિકજામમાં ફસાઇ જાય છે. કોર્પોરેશન ચોકથી આગળ એસટી બસ સ્ટેન્ડ થી સ્થિતિની શરૂઆત થાય છે અને ભૂતખાના ચોકમા અને આસપાસના લોધાવાડ ચોક, ઢેબરરોડ, કેનાલ રોડ બધા રસ્તાનો જામ એકઠો થઈ જાય છે.
આ જામમાં ફસાયેલા અનેક નાગરિકોને આજે ટ્રાફિક પોલીસ અને વોર્ડનોની અણઆવડતાનો અનુભવ કરે છે. ભૂતખાના ચોક પાસે પેટ્રોલ પમ્પ અને રિક્ષાચાલકોને લીધે ટ્રાફિક સમસ્યા વિકટ બને છે અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઢેબરભાઇ રોડ પર ભૂતખાના ચોક પછીના પેટ્રોલ પમ્પમાં ગેસ કે પેટ્રોલ ભરાવવા રિક્ષાચાલકો રસ્તા પર જ લાઇન લગાવે છે અને વાહનોની વચ્ચે પડીને જ ત્યા જાય છે. તેને લીધે આજે આ સ્થિત સર્જાય છે.

ભૂતખાના ચોક પાસે એસટી બસ સ્ટેન્ડ હોય અવારનવાર ટ્રાફિકજામનાં દ્ર્શ્યો સાથે આ વિસ્તારમા ટ્રાફિક સમસ્યાને લઇને વારવાર અકસ્માતના પણ બનાવ બને છે. ગત તા ૨૦/૭/૨૦૨૩ના રોજ ભૂતખાના ચોકમા એસટી બસ અડફેટે ટુ વ્હીલર ચાલક યુવકનું મોત થયુ હતુ. કરણપરામાં રહેતા વિપ્લવ દત્ત નામનો ૨૧ વર્ષીય બંગાળી યુવક ચા પીવા જઈ રહ્યો હતો ત્યારે ભૂતખાના ચોકમા અકસ્માત સર્જાયો હતો. એસટી બસની અડફેટે યુવક આવતા મોત નીપજ્યું હતુ.
પૂર્વ ડેપ્યુટી મેયરે એક વર્ષ પહેલા કરેલા સૂચનનું હજુ સુધી કોઇ પાલન ન થયું
આશરે એક વર્ષ પૂર્વે હાલના ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ જ્યારે ડેપ્યુટી મેયર હતા તેરે તેમણે ભૂતખાના ચોક આસપાસ ટ્રાફિક સમસ્યા બાબત પોલીસ કમિશનરને રજૂઆત કરી કેટલાક સૂચનો પણ આપ્યા હતા. જેમા રાજકોટ મહાનગરપાલિકા મુખ્ય ઓફિસ થી ભૂતખાના ચોક થી લોધાવાડ ચોક તરફ જવાનો રોડ જેવા વિસ્તારોમા વારવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે. તે રસ્તાઓનો સર્વે કરાવી તેવા રસ્તાઓ પર જરૂર જણાયેલ વન-વે કરવા અથવા ટ્રાફિક નિયત્રણ માટે વધારાના ટ્રાફિક પોલીસ અથવા ટ્રાફિક સિગ્નલ રાખવા અને આ બાબતે સત્વરે કાર્યવાહી હાથ ધરવા જણાવ્યુ હતુ છતા એક વર્ષ બાદ પણ હજુ સ્થિતિ એવી જ છે. રાજકીય અગ્રણીની રજૂઆત છતા ભૂતખાના ચોકમા ટ્રાફિક સમસ્યાને લઈને કોઈ પગલા લેવાયા જ નથી.
ચીના બજારને લીધે ટ્રાફિક સમસ્યા વકરી: મીત ચુડાસમા

હાલ શિયાળામાં ભૂતખાના ચોકમા આવેલ મેસોનિક હૉલ ગ્રાઉન્ડમાં ગરમ કપડાંનું માર્કેટ ચાલુ હોય ત્યા ખરીદી માટે આવતા વાહન ચાલકોને અદર વ્યવસ્થા હોવા છતા નિશુક્લ પાર્કિગને બદલે ગેરકાયદેસર રીત પે-એન્ડ પાર્કિગ શરૂ કરાયુ હોય અહિયાં ખરીદી માટે આવતા લોકોને પાર્કિગના રૂપિયા ચૂકવવા ન પડે તે માટે રોડ ઉપર જ્યા ત્યા વાહન પાર્ક કરી જતા રહે છે પરિણામે ખાસ કરી ને સાંજના સમયે ટ્રાફિક સમસ્યા વધુ વિકટ બને છે.
