PCB-DCB વચ્ચે દારૂ પકડવાની ‘હોડ’: સ્થાનિક પોલીસના શ્વાસ અધ્ધર !
એક્ટિવ’ થતાંની સાથે જ પીસીબીએ ધડાધડ દેશી દારૂની ભઠ્ઠીઓ, વિદેશી દારૂનો જથ્થો પકડતાં જ સ્થાનિક પોલીસની આળસ' થઈ છતી
પીસીબી પકડે તો અમે કેમ રહી જઈએ, ડીસીબીએ પણ
દોટ’ મુકતાં બૂટલેગરો તો ફફડ્યા જ પ્યાસીઓની નાડ પણ તૂટવા લાગી
વળી, એસઓજીએ ડ્રગ્સ-ગાંજા-ચરસ નેટવર્ક ઉપર તરાપ' મારતાં નશાના સોદાગરોમાં ક્યારેય ન જોવા મળ્યો હોય તેવો ડર
જ્યાં જ્યાં ડીસીબી-પીસીબીએ
રેડ’ પાડી ત્યાંના સ્ટાફના ધ્યાન પર બદી' કેમ ન આવી ? કમિશનર માંગશે જવાબ
રાજકોટમાં દેશી-વિદેશી દારૂનું દૂષણ સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું. અમુક અમુક વિસ્તારોમાં તો બૂટલેગરો બિન્દાસ્તપણે દારૂ વેચી રહ્યા હતા. જો કે પાછલા એક સપ્તાહથી તેમની આ હિંમત પોલીસે તોડી નાખી છે.
પોલીસ કમિશનર દ્વારા ક્રાંતિકારી નિર્ણય લઈને પ્રિવેન્શન ક્રાઈમ બ્રાન્ચ (પીસીબી)ને ફૂલ ફ્લેડઝમાં એક્ટિવ કરી દેવામાં આવી છે અને તેનો
કરંટ’ પણ જોવા મળી રહ્યો છે. એક સપ્તાહની અંદર પીસીબી દ્વારા ધડાધડ દરોડા પાડીને દેશી દારૂની ભઠ્ઠીઓ અને વિદેશી દારૂનો જથ્થો પકડવામાં આવી રહ્યો છે. બીજી બાજુ ડીસીબી (ડિટેક્શન ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા પણ એક્શન'માં આવી જઈને પીસીબી માફક જ દેશી-વિદેશી દારૂ પકડવાની શરૂ કરતાં બન્ને બ્રાન્ચ વચ્ચે
હોડ’ જામી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે સ્થાનિક પોલીસ મતલબ કે જે વિસ્તારમાં આ બન્ને બ્રાન્ચના દરોડા પડી રહ્યા છે ત્યાંના પોલીસ મથકના સ્ટાફના શ્વાસ અધ્ધર ચડી જવા પામ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
પીસીબીએ એક્ટિવ' થતાંની સાથે જ એક બાદ એક દરોડા પાડીને દારૂના જથ્થા સાથે બૂટલેગરોને દબોચવામાં આવી રહ્યા છે. અત્રે પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે જ્યાં પીસીબી રેડ કરીને દારૂ પકડી શકતી હોય ત્યાં સ્થાનિક પોલીસ કેમ નહીં પકડી શકતી હોય ? આ રીતે તેની
આળસ’ પણ છતી થઈ ગઈ હોય તેવું ચિત્ર ઉપસ્થિત થયું છે.
પીસીબી અને ડીસીબી એ બન્ને પોલીસ તંત્રની બળુકી બ્રાન્ચ ગણાય છે. પીસીબી દ્વારા કામગીરી' બતાવાઈ રહી હોય ત્યારે ડીસીબી કેમ રહી જાય ? વળી, એવી ચર્ચા પણ શરૂ થઈ હતી કે ડીસીબીને દારૂ સહિતના દરોડા પાડવાની મનાઈ આવી ગઈ હશે કે કેમ ? જો કે આ વાત સદંતર ખોટી પાડતાં ડીસીબીએ પણ દારૂ પકડવાનું શરૂ કરી દેતાં બૂટલેગરો તેમજ પ્યાસીઓમાં ઐતિહાસિક ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. વળી, એસઓજીએ ગાંજો, ચરસ, ડ્રગ્સના દૂષણ ઉપર
તરાપ’ મારતાં જ નશાના કારોબારીઓમાં ક્યારેય ન જોવા મળ્યો હોય તેવો ડર દેખાઈ રહ્યો છે.
અત્રે એ વાત પણ નોંધવી રહી કે પીસીબી-ડીસીબી દ્વારા જે જે પોલીસ મથક વિસ્તારમાં રેડ કરવામાં આવી છે ત્યાંના જવાબદારો પાસેથી ટૂંક સમયમાં પોલીસ કમિશનર જવાબ પણ માંગી શકે છે ત્યારે જવાબ શું આપવો તેને લઈને પણ ગજબ ટેન્શન ચાલી રહ્યાની ચર્ચાએ જોર પકડી લીધું છે.
પીસીબી-ડીસીબીએ વધુ ૨૧૦ લીટર દેશી, ૪૩ બોટલ વિદેશી દારૂ પકડી
પીસીબી-ડીસીબી દ્વારા શહેરના કૂવાડવા રોડ, માલવિયાનગર સહિતના પોલીસ મથક વિસ્તારમાં દરોડા પાડીને ૨૧૦ લીટર દેશી દારૂ તેમજ ૪૩ બોટલ વિદેશી દારૂ સાથે ૬ બૂટલેગરોને પકડી પાડ્યા હતા. એકંદરે દિવસ-રાત બન્ને બ્રાન્ચની ટીમ દેશી-વિદેશી દારૂ પકડવાની `વોચ’માં જ રહેતી હોવાનું ચિત્ર પણ હવે ઉપસી રહ્યું છે.