રાજકોટમાં બીએડના વિધાર્થીનો ગળેફાસો ખાઈ આપઘાત
રાજકોટમાં મવડી પ્લોટમાં ઓમનગર સર્કલ નજીક ભવનાથ સોસાયટીમાં રહેતા મૂળ કાલાવડ પંથકના વતની અને બી. એડનો અભ્યાસ કરતાં સત્યમ જગદીશભાઈ કોઠીયા (ઉવ21)નામના વિધાર્થીએ ગળેફાસો ખાઈ આપઘાત કરી લેતા આરેરાતી વ્યાપી ગઈ છે. તાલુકા પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે સત્યમ કોઠીયા રાજકોટ રૂમ રાખી બી. એડમાં અભ્યાસ કરતો હતો તે બે ભાઈમાં નાનો હતો તેના માતાપિતા વતન કાલાવડ પંથકમાં રહે છે. બનાવની જાણ થતાં પરિવારજનો રાજકોટ દોડી આવ્યા હતા.
