વરાળિયું’ને ઘૂટો: રાજકોટનો શિયાળો બન્ને વગર અધૂરો…!!
કડકડતી ઠંડી વચ્ચે શરીરને તાજુંમાજું' કરી દેતી બે વાનગીઓ ઝાપટવા દરરોજ પડાપડી
રિંગણા-બટેટા-આખું લસણ માત્ર વરાળમાં બાફ્યા બાદ ડુંગળી-ટમેટા સહિતની ગ્રેવીમાં
લબાલબ’ થયેલું વરાળિયું’ને સાથે પૈડા' જેવા ગરમાગરમ બાજરાના રોટલા-ડુંગળી-ટમેટાનું સલાડ અને સાથે ગોળ ખાઓ એટલે અલગ જ એનર્જી ઉત્પન્ન થઈ જશે તેની ૧૦૦% ગેરંટી
કારેલા-ભીંડા સિવાયના તમામ શાકભાજી-કઠોળને
વઘાર’ કર્યા વગર માત્રને માત્ર પાણીમાં જ બાફીને તૈયાર થતો ઘૂટો ખાધાં બાદ અનેક લોકોના શરદી-ઉધરસ-તાવ ગાયબ' થઈ ગયાના દાખલા ! હવે તો ડૉક્ટરો પણ ઘૂટાનું સેવન કરવાની આપે છે
સલાહ’

કડકડતી ઠંડીનો અનુભવ કરાવતો શિયાળો ચાલી રહ્યો છે અને તેમાં જો રાજકોટીયન્સ ગરમી' ચડી જાય એવી વાનગીઓ તેમજ પાક ન ખાય તો પછી ભ'લા માણસ કહેવું જ શું...? એ વાત તો સૌ જાણે જ છે કે શિયાળાના ચાર મહિના શરીરને
ફિલ્ટર’ કરવાના મતલબ કે તાજેતાજા શાકભાજી ખાઈને તરોતાજા બનવાના હોય છે. આ એકમાત્ર સીઝન એવી છે જેમાં એક-એકથી ચડિયાતા શાકભાજી ખાવાં મળતા હોય છે એટલા માટે આ સીઝનમાં વરાળિયું અને ઘૂટો આ બે વાનગી એવી છે જેમાં મહત્તમ શાકભાજીનો ઉપયોગ કરવામાં આવતો હોય રાજકોટીયન્સનો શિયાળો આ બે વાનગી વગર અધૂરો…અધૂરો’ને અધૂરો જ ગણાય તેમ કહેવામાં અમને કોઈ જ અતિશ્યોક્તિ નથી…!
રાજકોટમાં આમ તો અનેક જગ્યાએ ઘૂટો અને વરાળિયું સરળતાથી ઉપલબ્ધ છે પરંતુ અમુક ચુનિંદા' જગ્યા એવી છે જ્યાં આ વાનગી
સ્પેશ્યલ’ના રૂપમાં મળે છે મતલબ કે અન્ય જગ્યા કરતાં અહીં તેનો સ્વાદ અને ભાવ બન્ને ચડિયાતા હોય છે. આવા જ ભીમાણી વરાળિયુ-ઘૂટોના સ્પેશ્યાલિસ્ટ કે જેઓ બેન્કમાંથી નિવૃત્ત થઈને આ વાનગી બનાવી રહ્યા છે તેવા જસમત ભીમાણીએ જણાવ્યું કે આ બન્ને વાનગીનો ઈતિહાસ રાજકોટમાં ૨૦ વર્ષથી વધુ જૂનો છે પરંતુ જેમ જેમ વર્ષ વીતતા જાય છે તેમ તેમ આ વાનગી લોકોને દાઢે વળગી રહી છે.
વરાળિયું
સૌથી પહેલાં વાત વરાળિયાની વાત કરવામાં આવે તો રિંગણા-બટેટા-આખું લસણ સહિતના શાકભાજી-કંદમૂળને માત્રને માત્ર વરાળમાં જ બાફ્યા બાદ ડુંગળી-ટમેટા-લીલું લસણ સહિતની ગ્રેવીમાં મીક્સ કરીને તેને તૈયાર કરવામાં આવે છે. વરાળિયું એક એવી વાનગી છે જે ૧ કિલોમાં ૪ લોકો આરામથી જમી શકે છે. આ વાનગીની ખાસ વાત એ છે કે તેમાં મરી-મસાલા અને તેલ માપસર જ વાપરવામાં આવે છે મતલબ કે તેલ ક્યારેય વાસણમાંથી છલકાતું નથી !! વરાળિયા સાથે પૈડા' જેવા ગરમાગરમ બાજરાના રોટલા ઉપરાંત ડુંગળી-ગોળ લેવામાં આવે એટલે તો પછી શરીરમાં અલગ જ એનર્જી ઉત્પન્ન થઈ જશે તેની ગેરંટી ૧૦૦% આપીએ છીએ.
ઘૂટો
રાજકોટમાં આમ તો દરેક પ્રકારના શાકભાજી આવે છે અને અલગ-અલગ વાનગીઓના રૂપમાં ખવાય પણ છે ત્યારે કારેલા-ભીંડા સિવાયના ૩૨ પ્રકારના શાકભાજી તેમજ કઠોળનો
વઘાર’ કર્યા વગર માત્રને માત્ર પાણીમાં જ બાફીને તૈયાર થઈ રહેલી વાનગી ઘૂટા તરીકે ઓળખાય છે. મુળ આ વાનગી જોડિયાની છે. આ વાનગીની ખાસિયત એ છે કે તેમાં તેલ કે મરી-મસાલાનો ઉપયોગ જ કરવામાં આવતો નથી આમ છતાં તેનું સેવન ભરપૂર માત્રામાં થાય છે. આ વાનગી સાથે પણ બાજરાના રોટલા તેમજ ડુંગળીના સલાડ અને ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાનગી ખાધાં બાદ અનેક લોકોના તાવ-શરદી-ઉધરસ `ગાયબ’ થયાના દાખલા પણ અનેક જોવા મળ્યા છે.
અરે વાહ ! બન્ને વાનગી એવી કે જેને ખાધાં બાદ ગેસ-એસીડીટી નહીં થાય !
વરાળિયું અને ઘૂટાની ખાસિયત એ છે કે તેને ખાધાં બાદ ગેસ-એસીડીટી નથી થતા કે ક્યારેય ખાટા ઓડકાર નથી આવતા મતલબ કે આ વાનગી એકદમ સ્વાસ્થ્યવર્ધક ગણવામાં આવી છે. હા, એક વાત જરૂર છે કે ઘૂટો ખાધાં બાદ લોકોને પરસેવો જરૂર વળી જશે ! હવે તો ડૉક્ટરો પણ ઘૂટો અને વરાળિયાનું સેવન કરવાની લોકોને સલાહ આપે છે તો વળી કેન્સર સહિતની બીમારીના દર્દીઓ પણ આ વાનગીને બિન્દાસ્તપણે આરોગી શકે છે.
ઘૂટો ત્રણ કલાકે, વરાળિયુ બે કલાકે થાય છે તૈયાર
જસમતભાઈ ભીમાણીએ જણાવ્યું કે ઘૂટો તૈયાર કરવામાં અઢીથી ત્રણ કલાક જેવો સમય લાગી જાય છે તો વરાળિયુ તૈયાર કરવામાં દોઢથી બે કલાક લાગે છે મતલબ કે સમય માંગી લેતી આ બન્ને વાનગી તૈયાર થયા બાદ તેને ખાવામાં જે મજા આવે છે તે બીજી વાનગીઓમાં નથી આવતી.
ઘૂટો-વરાળિયાનો ટેસ્ટ ક્યાં માણી શકશો ?
રાજકોટમાં આમ તો બન્ને વાનગી ઘણી જગ્યાએ મળે છે પરંતુ એકદમ હટ કે ઘૂટો-વરાળિયુ ખાવું હોય તો સાધુ વાસવાણી રોડ પર જૂના અજંતા કોમ્પલેક્સ નજીક રાજ પેલેસની સામે ભીમાણી ઘૂટો-વરાળિયુ નામની શોપ છે જ્યાં મસ્ત-મજાની વાનગીનો આસ્વાદ માણવા મળશે.
બન્ને વાનગીનો એક જ જગ્યાએથી દરરોજ ૧૫૦ કિલોનો ‘ઉપાડ'
ભીમાણી ઘૂટો-વરાળિયાની વાત કરવામાં આવે તો શનિ-રવિને બાદ કરતાં સોમથી શુક્રવાર સુધીમાં બન્ને વાનગીઓનો ૧૫૦ કિલોથી વધુનો
ઉપાડ’ થઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે પીત્ઝા-બર્ગરથી કંટાળેલો યુવાવર્ગ હવે આ દેશી વાનગી તરફ આકર્ષિત થયો છે જે આપણા માટે જમાપાસું છે.