ટીઆરપી ગેઇમ ઝોન અગ્નિકાંડમાં મનપાના સી.એન્જિનિયરની જામીન અરજી ફગાવાઈ
ઘટના કુદરતી નહીં પંરતુ માનવ સર્જિત છે જેથી ગંભીર ગુનામાં જામીન ન આપવા એડિશનલ સેશન્સ જજનો ચુકાદો
રાજ્યભરમાં ચકચાર મચાવનાર રાજકોટના ટીઆરપી ગેઇમ ઝોન અગ્નિકાડમાં 27 નિર્દોષોના જીવ ગયા હતા. જે કેસમાં સેશન્સ કમિટ થયા બાદ અગાઉ રોપીઓ આસિસ્ટન્ટ ફાયર ઓફિસર અને બે સસ્પેન્ડ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરે કરેલી જામીન અરજીઓ રદ થયા બાદ વધુ એક આસિસ્ટન્ટ એન્જીનિયરે જયદીપ ચૌધરીએ જેલ મુક્ત થવા કરેલી જામીન અરજી પણ સેશન્સ કોર્ટ દ્વારા ફગાવાઈ દેવામાં આવી છે.
ટીઆરપી ગેઇમ ઝોન અગ્નિકાંડ બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી લેવામાં આવેલ ન હોય, તેના બાધકામમાં પણ અનેક ગેરરીતિઓમાં ગેઇમ ઝોનનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવાનો હુકમ હોવા છતાં જયદીપ ચૌધરીએ કાયદા વિરુદ્ધ ઈમ્પેક્ટ ફી ભરવા યાદી કરી આપેલ તથા અન્ય આરોપી સાથે મળી કાવતરું રચી એક બીજાને મદદગારી કરી ઈમ્પેક્ટ ફીના જાવક રજિસ્ટરનો નાશ કરી નવું રજિસ્ટર બનાવી ઈમ્પેક્ટ ફીની ફાઈલ ખોટી રીતના ઇનવર્ડ કરાવી ગુનો કર્યો હોવાનું બહાર આવતા તેની સામે અગિયારમા આરોપી તરીકે ગુનો નોંધવામાં આવ્યો હતો.
જેમાં કેસ સેશન્સ કમિટ થયા બાદ અગાઉ જમીન માલિક અશોકસિંહ જાડેજા,કિરીટસિંહ જાડેજા આસિસ્ટન્ટ ફાયર ઓફિસર ઈલેશ ખેર, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરો ગૌતમ જોશી અને રાજેશ મકવાણાએ કરેલી જામીન અરજીઓ રદ થયા બાદ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર જયદીપ બાલુભાઈ ચૌધરીએ પણ જેલ મુક્ત થવા કરેલી રેગ્યુલર જામીન અરજી અન્વયે ગત તારીખ ૧૪ નવેમ્બરે સુનાવણીમાં સ્પે. પીપી. એડી સ્પે. પી.પી અને હતભાગી પરિવાર વતી એડવોકેટ સહિતનાએ વિગતવાર વાંધા રજુ કરી હતી.જેમાં રજુઆત કરેલ કે અરજદારનું પ્રથમ થી જ એફ આઈ.આર.માં નામ છે. આ કિસ્સો મેન મેઈડ ટ્રેજેડીનો કિસ્સો છે.
અહી વર્ષ દિવસ પહેલા આગની ઘટના ઘટેલ, લોકોએ જીવ ગુમાવવા પડે તેવા જ્ઞાન સાથે આરોપીએ ગુનો આચરેલ છે. આ તબકકે કોઈ કુદરતી નહી પરંતુ માનવસર્જીત ટી.આર.પી. ગેઇમ ઝોન અગ્નીકાંડના બનાવમાં ૨૭ લોકોએ આરોપીઓના કારણે જીવ ગુમાવ્યા સહીતની દલીલો કરવામાં આવ્યા બાદ ગઈકાલની મુદતે એડિશનલ સેશન્સ જજ ડી. એસ. સીધે આરોપી આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર જયદીપ બાલુભાઈ ચૌધરીની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરતો હુકમ ફરમાવ્યો છે. આ કામમાં સરકાર પક્ષે સ્પે. પી.પી. તુષાર ગોકાણી, એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા તેમજ હતભાગી પરિવારો વતી રાજકોટ બાર એસો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ સહિતના હોદ્દેદારો અને ડિસ્ટ્રીકટ બાર એસો.ના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા રોકાયા હતા.