‘ઓટીઝમ’ એ કોઈ રોગ નથી, ગભરાવ નહીં : નિશીતા શાહ
આજે વર્લ્ડ ઓટિઝમ-ડે': નિશીતા શાહ ભારદ્વાજની
વોઈસ ઓફ ડે’ સાથે ખાસ વાતચીત
ઘણા વાલીઓ ઓટીઝમ'ને રોગ ગણી બાળકને
નબળું’ ગણે છે પરંતુ આ રોગ નહીં બલ્કે
ન્યુરો ડેવલપમેન્ટલ (મગજનો વિકાસ) ડિસઑર્ડર છે જે `થેરેપી’થી મટાડી શકાય…
બાળકને ઓટીઝમથી ઠીક કરવું છે ? એક વખત બ્રેઈનટિઝમ'ની મુલાકાત લો... નિશીતા શાહ ભારદ્વાજે જણાવ્યું કે લોકો એક ગાંઠ બાંધી લેતાં હોય છે કે બાળકને ઓટીઝમ થયું એટલે તેનું ઠીક થવું અશક્ય છે. આવું બિલકુલ નથી. આ માટે વ્યવસ્થિત થેરેપી આપવી જરૂરી છે. આમ તો આ પ્રકારના સેન્ટર રાજકોટમાં અનેક જગ્યાએ કાર્યરત છે પરંતુ ૨૦૧૯થી અમીન માર્ગ પર શરૂ થયેલા
બ્રેઈનટિઝમ’ સેન્ટર એવું સેન્ટર છે જ્યાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. શહેરમાં આમ તો અનેક સેન્ટર કાર્યરત છે પરંતુ બ્રેઈનટિઝમ એવું સેન્ટર છે જ્યાં બાળકની થેરેપી માટે સઘળી વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં ૧૫ જેટલો અનુભવી અને ડિગ્રીધારક સ્ટાફ કાર્યરત છે. અહીં સ્પીચ, કમ્યુનિકેશન, ઓક્યુપેશનલ, સેન્સરઈન્ટીગ્રેશન સહિતની થેરેપી આપવામાં આવે છે.
ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે વર્લ્ડ ઓટિઝમ-ડે' મનાવવામાં આવશે. બાળકોમાં જ જોવા મળતાં ઓટિઝમને લોકો રોગની નજરે જોઈ રહ્યા છે જે એક મોટી ભૂલ ગણાશે કેમ કે આ કોઈ રોગ નહીં બલ્કે ન્યુરો ડેવલપમેન્ટલ ડિસઑર્ડર મતલબ કે મગજનો અધૂરો વિકાસ હોય અને તેને
થેરેપી’થી મટાડી શકાતું હોવાનું નિશીતા શાહ ભારદ્વાજ (બીએસસી સાયકોલોજી-લંડન, એમએ સ્પેશ્યલ એજ્યુકેશન-લંડન)એ વોઈસ ઓફ ડે' સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું. નિશીતા શાહ ભારદ્વાજે આગળ જણાવ્યું કે ઘણાખરા વાલીઓ એવા હોય છે જે
ઓટીઝમ’ને રોગ ગણીને બાળકને `નબળું’ ગણવાની ભૂલ કરતા હોય છે પરંતુ હું ભારપૂર્વક કહીશ કે આ કોઈ જ પ્રકારનો રોગ નથી. માત્રને માત્ર બાળકના મગજનો થવો જોઈએ એટલો વિકાસ ન થયો હોવાને કારણે બાળકમાં થોડી-વધુ ખામી જોવા મળતી હોય છે પરંતુ આ ખામીને દવા વગર માત્ર થેરેપી આપીને ઠીક કરી શકાય છે.
રાજકોટની વાત કરવામાં આવે તો અત્યારે શહેરમાં દર ૧૦૦એ એક બાળક ઓટીસ્ટિક મતલબ કે ઓટીઝમનો સામનો કરી રહ્યું છે. આ રેશિયો છેલ્લા પાંચેક વર્ષથી વધી ગયો છે જે ચિંતાજનક ગણી શકાય. બાળકને ઓટીઝમ થવાનું મુખ્ય કારણ વાલીને તમાકુ-આલ્કોહલ સેવન કરવાની કુટેવ હોવાનું છે.
સૌથી પહેલાં તો ઓટીઝમને ઓળખવું જરૂરી બની જાય છે. જે બાળકને ઓટીઝમ હોય તે બાળકને નામથી બોલાવો એટલે તે જવાબ આપતું હોતું નથી. આ ઉપરાંત તેને કોઈ જગ્યાએ લઈ જાવ તો તે અકળામણ અનુભવતું હોય છે. આ ઉપરાંત તેને સ્પીનિંગ મતલબ કે વાહનના પૈડાં ફરી રહ્યા હોય, પંખો ફરતો હોય તે જોવું બહુ જ પસંદ હોય છે ! આ ઉપરાંત જો બાળકના હાથમાં દડો આપી દો તો તે એક જ ઢબે રમતું રહે છે જે ઓટીઝમનાં લક્ષણ ગણી શકાય…સરળ શબ્દોમાં કહીએ તો સામાન્ય બાળક જે વસ્તુ પાંચ મિનિટમાં શીખી શકે છે તે ઓટીઝમગ્રસ્ત બાળકને શીખવામાં પંદર મિનિટ લાગે છે.
અત્યાર સુધીમાં ૭૦૦ બાળકને આપી ઓટિઝમની સારવાર
નીશિતા શાહ ભારદ્વાજના `બ્રેઈનટીઝમ’ સેન્ટરમાં અત્યાર સુધીમાં ૭૦૦ જેટલા બાળકોને ઓટિઝમની સારવાર આપવામાં આવી છે. આ બાળકોને એક મહિનાથી લઈ પાંચ વર્ષ સુધીની સારવાર અપાઈ છે જેમાં દવાનો કોઈ જ પ્રકારનો ઉપયોગ કરવામાં આવતો નથી. ખાસ કરીને વિદેશમાં રહેતાં વાલીઓ પણ આ સેન્ટર મારફતે જ બાળકને થેરેપી અપાવી રહ્યા છે.
ઓટીસ્ટિક બાળકને એનેસ્થેસીયા ન આપી શકાય તે ઘણા સેન્ટરને નથી ખબર !
ઓટીઝમ થયું હોય તેવું બાળક બીમાર પડે કે તેને કોઈ પ્રકારની સારવાર આપવાની થાય તો તેમાં પણ ઘણી કાળજી રાખવી પડતી હોય છે જે બાબતે ઘણાખરા થેરેપી સેન્ટર અજાણ હોવાનું ધ્યાન પર આવ્યું છે. ઓટિઝમ થયેલા બાળકને એનેસ્થેસીયા ન આપી શકાય તે વાતથી ઘણા સેન્ટરના ધ્યાન પર હોતું નથી જે બાળકના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે.
શહેરમાં દર ૧૦૦એ એક બાળક ઓટીસ્ટિક: છેલ્લા પાંચેક વર્ષથી ઓટીઝમના રેશિયોમાં ચિંતાજનક
વધારો: વાલીને તમાકુ, આલ્કોહોલ સેવન કરવાની કુટેવ હોય એટલે બાળકમાં ઓટિઝમની શક્યતા વધુ !
પ્રતિ ચાર બોયઝ એક ગર્લને ઓટિઝમ…
શહેરમાં અત્યારે ૧૦૦માંથી ૧ બાળકમાં ઓટિઝમ જોવા મળી રહ્યું છે ત્યારે પ્રતિ ચાર બોયઝ એક ગલર્ન ઓટિઝમ હોવાનું ધ્યાન પર આવ્યું છે. આ પાછળ ઘણા બધા પરિબળો જવાબદાર છે જેમાં માતા કે પિતાની આલ્કોહોલ-તમાકુનું સેવન ઉપરાંત માતાને કોઈને કોઈ બીમારી લગત દવા લેવી પડતી હોય તે સહિતનું સમાવિષ્ટ છે.
ઓટીઝમનાં લક્ષણો
- અન્ય બાળક સાથે વાતચીત ન કરવી
- એકલા રહેવું-મૌન ધારણ કરી લેવું
- રમત-ગમતમાં ભાગ ન લેવો
- કલાકો સુધી એક જગ્યાએ ચૂપચાપ બેસી રહેવું
- અન્ય લોકો સાથે સંપર્ક ટાળવો
- સીધું બોલી ન શકવું