માર્કેટિંગ યાર્ડના કમિશન એજન્ટ એસોસિએશન પ્રમુખ પદે અતુલ કમાણી
ઉપપ્રમુખ તરીકે મનસુખ પરસાણા: કારોબારીમાં સર્વાનુમતે કરાઇ વરણી
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટ એસોસીએશન કારોબારીની મિટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં સર્વાનુમતે પ્રમુખ પદ માટે અતુલ કમાણીની વરણી કરવામાં આવી હતી.
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટ એસોસિએશનની કારોબારી મળી હતી. જેમાં ત્રીજી ટર્મ માટેના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ચર્ચાના અંતે કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ પદે સતત ત્રીજી ટર્મ માટે સર્વાનુમતે અતુલ કમાણીની વરણી કરવામાં આવી હતી. જ્યારે ઉપ પ્રમુખ પદે મનસુખ પરસાણાની વરણી કરવામાં આવી હતી. સતત ત્રીજી ટર્મ માટે પ્રમુખ અતુલ કમાણીની વરણી કરવામાં આવતા વેપારી અને કમિશન એજન્ટોએ શુભકામના પાઠવી હતી. જ્યારે ઉપ પ્રમુખ મનસુખ પરસાણાને પણ શુભેચ્છા પાઠવાઈ હતી.