બંદુક સાથે ફોટા મૂકી સીન જમાવનાર સહીત બે શખ્સોની ધરપકડ
જસદણના શખ્સ અને હથિયાર પરવાનેદાર સામે ગુનો નોંધાયો
હથિયાર સાથેના ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ કરનાર યુવાન અને પરવાનેદારની પોલીસે ધરપકડ કરી આર્મ્સ એક્ટનો ગુન નોધી હથિયાર જપ્ત કર્યુ છે. જસદણના પુષ્કરધામ સોસાયટીમાં રહેતા પ્રદિપ ભરતભાઈ ધાંધલે પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડીમાં બારબોરની બંદુક સાથેના ફોટા પાડી સીન જમાવવા વાયરલ કર્યા હતા. આ અંગેની એસ.ઓ.જી.ને જાણ થતા પ્રદિપ ધાંધલની ધરપકડ કરી હથિયાર બાબતે પૂછપરછ કરતા બારબોરની બંદુક જસદણ ગીતાનગરમાં રહેતા પરવાનેદાર શિવકુભાઈ લખુભાઈ ધાંધલની હોવાનું ખુલતા પોલીસે પરવાનેદાર શિવકુભાઈની પણ ધરપકડ કરી બારબોરની બંદુક કબ્જે કરી હતી. બંન્ને શખ્સો સામે આમ્સ એક્ટનો ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.