રૂ.૭.૫૦ લાખના તોડ મામલે કુવાડવા પોલીસ મથકના તત્કાલીન પી.આઈ વાળાની ધરપકડ
પીઆઈ અને રાઈટર સામે સીસીટીવી ફૂટેજના આધારે કરેલી ફરીયાદમાં એફએસએલ રીપોર્ટ બાદ એસીબીની કાર્યવાહી
રાજકોટ કુવાડવા રોડ પોલીસ મથકના તત્કાલીન પી.આઈ અને હાલ સુરત પી.આઈ તરીકે ફરજ બજાવતા એમ.સી.વાળા સામે એસીબીમાં રૂ.૭.૫૦ લાખની લાંચ મામલે રાજકોટ એસીબીએ સુરત થી તેમની ધરપકડ કરી છે.
કુવાડવા પોલીસ મથકના તત્કાલિન PI એમ.સી.વાળા અને કુવાડવા પોલીસ મથકના રાઇટર હિતેશ ગઢવી પર આરોપ લગાવ્યા હતા વેપારીએ ચાર કરોડની જમીનના રજીસ્ટર દસ્તાવેજ કર્યા હતા. બાદમાં જમીન પર પોલીસના મળતીયાઓની નજર લાગતા પોલીસે રજીસ્ટર દસ્તાવેજ રદ કરાવી નાખ્યો હતો અને આ મામલે પોલીસે વ્યાજખોરીમાં ફીટ કરવાની ધમકી આપી હતી. જેને પગલે ડરી ગયેલા વેપારી પાસેથી પીઆઇ અને રાઇટરે 7.50 લાખ આપ્યા હતા બાદમાં આ મામલે કુવાડવા પોલીસ મથકના તત્કાલિન PI એમ.સી.વાળા અને કુવાડવા પોલીસ મથકના રાઇટર હિતેશ ગઢવી ના તોડકાંડના CCTV ફૂટેજ સાથે ફરીયાદ કરવામાં આવી હતી. જેમાં એફએસએલનો રિપોર્ટ આવી જતા રાજકોટ એન્ટીકરપ્શન બ્યુરો એ ગુનો દાખલ કર્યો છે અને એસીબીએ અંતે કાર્યવાહી કતી છે. જયારે રાઈટર હિતેશ ગઢવી નાસી છુટ્યો હોવાનું જાણવા મળ્યું હતું. એસીબી દ્વારા તેની શોધખોળ શરુ કરી હતી.