રાજકોટમાં ઈઝરાયલ વિરોધી પોસ્ટરો લાગ્યા જુઓ વિડિયો..
ઇઝરાયેલ-અને હમાસ વચ્ચે છેલ્લા 18 દિવસથી યુધ્ધ ચાલી રહ્યું છે અને હમાસને ભારતે આતંકી સંગઠન ઘોષિત કરી ઇઝરાઈલને સમર્થન આપ્યું છે ત્યારે આ સંજોગોમાં રાજકોટ આંતકી હમાસને સમર્થન આપી ઇઝરાયેલનો બોયકોટ કરવા સંદેશા સાથે રાજકોટમાં નીલકંઠ પાર્ક મેઇન રોડ ઉપર જાહેર રસ્તામાં રાજકોટથી શાંતિ ડહોળાવવાના ઇરાદે 30 જેટલા પોસ્ટરો જાહેર રસ્તા ઉપર ચોટાડવામાં મળી આવતા ભારે ચર્ચા જાગી છે. આ મામલે રાજકોટ પોલીસ અને આઇબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે. ઇઝરાયેલ-હમાસ વચ્ચે યુધ્ધના પ્રત્યાઘાતો અન્ય રાષ્ટ્રો સુધી પહોંચવાની આશંકા વચ્ચે રાજકોટમાં હમાસ સમર્થનમાં પોસ્ટર લાગતા ખળભળાટ સર્જાયો છેજેનો એક વીડીયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ભક્તિનગર પોલીસ ઉપરાંત એસઓજી,ક્રાઇમ બ્રાંચ અને ઇન્ટેલિજન્સ વિભાગ તપાસમાં લાગ્યું છે. કેન્દ્રની ગુપ્તચર એજન્સી સુધી પણ આ મામલો પહોંચ્યો છે. આ મામલે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.
રાજકોટના નિલકંઠ ટોકિઝ નજીક આવેલા નિલકંઠ પાર્ક મેઇન રોડ પરસવારે બોયકોટ ઇઝરાયેલના અંગ્રેજી લખાણ ધરાવતા પોસ્ટર રસ્તા પર ચોંટાડવમાં આવ્યા હતા. એક જાગૃત નાગરિક સાયકલ પર પસાર થયા ત્યારે તેનો વીડીયો ઉતારીને વાયરલ કરતાં રાજકોટમાં હડકંપ મચી ગયો હતો. આ બાબતની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને થતાં સ્થાનિક ભક્તિનગર પોલીસને તપાસ કરવા આદેશ આપ્યા છે. ભક્તિનગર પોલિસે પ્રાથમિક તપાસ કરતાં જાણવા મળ્યું કે નિલકંઠ પાર્ક મેઇન રોડઉપર રોડ ઉપર થોડા થોડા અંતરે આશરે 30 જેટલા ઇઝરાયેલ વિરોધી પોસ્ટરલગાવવામાં આવ્યા છે. જેમાં બૉયકોટ ઇઝરાઈલ લખ્યું છે. પોસ્ટરમાં ઈઝરાયેલનો બોયકોટ કરવાનો પ્રચાર કરતા પોસ્ટરોમાં અમેરિકાની લોરિયલ, કોલગેટ, નાઇકી, ફેન્ટા,કિટકેટ, પૂમા, મેક ડોનાલ્ડ, નેસ્લે અને સ્ટાર બકસ્ સહિત ૧૧ બ્રાન્ડનો બહિષ્કાર કરવાનો સંદેશાનો આપી આ ૧૧ કંપનીના લોગો પણ મૂકવામાં આવ્યા છે.
ભક્તિનગર પોલીસ દ્વારા પોસ્ટર વિશેની માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આંતકી સંગઠન હમાસને સમર્થન આપી રાજકોટમાં કાંકરીચાળો કરવા અને માહોલ બગાડવા આવો પ્રયાસ કરાયો છે ત્યારે આ મામલે રાજકોટમાં આવું કૃત્ય કરનાર કોણ ? અને કોના ઇશારે આ કૃત્ય કરવામાં આવ્યું તે સહિતની બાબતો ઉપર પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે. હાલની વૈશ્વિક સ્થિતિ વચ્ચે રાજકોટમાં ઇઝરાયેલ વિરોધી પોસ્ટરથી ખળભળાટ મચી ગયો છે. રસ્તા પર ચોંટાડાવામાં આવેલ 30 જેટલા પોસ્ટરો ઉપર વાહનો ફરતા રહેતા હોવાથી કેટલાક પોસ્ટરો ભુંસાઇ ગયાનું મનાય છે છતાં તપાસ કરવામાં આવી રહી છે. પોસ્ટરના લખાણમાં બોયકોટ-ઇઝરાયેલ લખેલું હતું જેનો સીધો કે આડકતરો અર્થ આતંકી સંગઠન હમાસને સમર્થન એવો થાય! રાજકોટમાં બોયકોટ-ઈઝરાયેલના પ્રચારનો પોસ્ટરીયો આતંક ફેલાવવાની ના-પાક હિંમત કોણે કરી હોય? આ તો ભારતના વડાપ્રધાનનો ખુલ્લો વિરોધ કહી શકાય ત્યારે આ મામલે પોલીસ ગંભીરતા પૂર્વક તપાસ કરી રહી છે.