રાજકોટ ગુરુકુળના આનંદ સ્વરૂપ સ્વામીનો ધો.12 વિદ્યાર્થીને દસથી બાર ફડાકા ઝીંક્યા
વિદ્યાર્થીએ જમવાનું પીરસવાની ના પાડતા સ્વામીએ પીતો ગુમાવી રાક્ષશી અત્યાચાર ગુજાર્યો
રોજ બે બે કલાક જમવાનું પીરસવામાં સગીરને અભ્યાસનો સમય ન મળતા કામ કરવાની ના પાડી હતી
રાજકોટમાં ઢેબર રોડ પર આવેલા ગુરુકુળમાં ધોરણ ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને આનંદ સ્વરૂપ સ્વામીએ અમાનુષી ત્રાસ આપી ૧૦-૧૨ ફડાકા ઝીંકી માર મારતા વિદ્યાર્થીના ગાલ સોજી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.જ્યારે આ મામલે પોલીસ દ્વારા બનાવની નોંધ કરી સ્વામી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
બનાવની મળતી માહિતી અનુસાર ગોંડલના સહજાનંદ નગરમાં રહેતો અને હાલ રાજકોટમાં ઢેબર રોડ પરની ગુરુકુળમાં ધો.૧૨ માં અભ્યાસ કરતા કેવલ પ્રવીણભાઈ નાખુવા (ઉ.વ.૧૮ ) ને આજે ગુરુકુળના આનંદ સ્વરૂપ સ્વામીએ ૧૦-૧૨ ફડાકા ઝીંકીને તેને પેટના ભાગે ચીટીયા ભર્યા હતા.જેથી યુવકે આ સમગ્ર ઘટનાની તેના પિતા પ્રવીણભાઈને જાણ કરી હતી જેથી તેઓ તાત્કાલિક ગુરુકુળ ખાતે આવી પહોંચ્યા હતાં.અને પોતાના પુત્રને તપાસના તેના ગળા સોજી ગયા હોવાથી અને અતિશય દુખાવો થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
જ્યારે આ બનાવની જાણ પોલીસને થતાં તેઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પ્રાથમિક પૂછપરછ કેબલ જણાવ્યું હતું કે,આનંદ સ્વરૂપ સ્વામી તેને રોજ બે બે કલાક જમવાનું પીરસવાનું કહેતા હતા.જેથી સગીરને અભ્યાસ કરવાનો સમય મળ્યો ન હતો જેથી તેને આજે સ્વામીને પોતે જાણવાનું પીરસવા માટે જશે નહિ.તેવું કહેતા સ્વામીએ પીતો ગુમાવી સગીર પર રક્ષાશી રાક્ષસી અત્યાચાર ગુજાર્યો હતો જેથી હાલ પોલીસે સગીરની ફરિયાદ પરથી આગળની કાર્યવાહી છે.જ્યારે ઘટના સામે આવતાની સાથે જ સ્વામી ભૂગર્ભ ઉતારી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે.
બાળકને અભ્યાસ કરવાના બદલે સ્વામી મજૂરી કામ કરાવતા :- વિદ્યાર્થીના પિતા
જ્યારે આ ઘટના મામલે કેવલના પિતાએ પ્રવીણભાઈ નાખુવાએ વોઇસ ઓફ ડે સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે તેનો પુત્ર કેવલ છેલ્લા પાંચ વર્ષથી રાજકોટમાં ગુરુકુળ ખાતે અભ્યાસ કરે છે.જ્યારે આજે તેના પુત્રનો ફોન આવ્યો હતો અને તેને આનંદ સ્વરૂપ સ્વામીએ ફડાકા મારતા તેનો ગાલ સોજી ગયો છે.અને તેને કાનમાં ઢાક પડી ગઇ હોવાનું જણાવતા તેના પિતા તાત્કાલિક ગુરુકુળ ખાતે દોડી આવ્યા હતા.અને સારવાર માટે કેવલને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કેવલને રોજ બે કલાક જમવાનું પીરસવાનું કામ આનંદ સ્વરૂપ સ્વામીએ આપ્યું હતું.જેથી તેને અભ્યાસનો સમય મળતો ન હતો જેથી આજે પોતે પીરસવા માટે નહિ જાઈ તેવું કહેતા સ્વામીએ પીતો ગુમાવી રાક્ષસી અત્યાચાર ગુજાર્યો હતો.