રાજકોટ-જેતપુર સિક્સલેન હાઇવે પ્રોજેક્ટ અંગે મહત્વની બેઠક યોજાઈ
રાજકોટ – કાનાલુસ ડબલ ટ્રેક રેલવે પ્રોજેક્ટ, માધાપર અંડર બ્રિજ સહિતના પ્રોજેક્ટ અંગે વિવિધ વિભાગો સાથે મિટિંગ યોજાઈ
લોકસભા ચૂંટણી કામગીરી પૂર્ણ થતા જ રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર ફરી રૂટિન મોડમાં આવ્યું છે, ગુરુવારે જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને લાંબા સમય બાદ જિલ્લાના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ મુદ્દે બેઠક યોજાઈ હતી જેમાં રાજકોટ-જેતપુર સિક્સલેન હાઇવે પ્રોજેક્ટ, રાજકોટ – કાનાલુસ ડબલ ટ્રેક રેલવે પ્રોજેક્ટ, માધાપર અંડર બ્રિજ સહિતના પ્રોજેક્ટ અંગે વિવિધ વિભાગો સાથે મિટિંગ યોજવામાં આવી હતી.
લોકસભા ચૂંટણીને કારણે રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત બનતા વિકાસ કામો અને અન્ય પ્રોજેક્ટ ઉપર બ્રેક લાગી ગઈ હતી, જો કે, મતદાન પ્રક્રિયા હળવી બન્યા બાદ હવે જિલ્લા વહીવટીતંત્ર રૂટિન કામગીરીમાં ફરી સક્રિય બન્યું છે, ગુરુવારે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ રાજકોટ-જેતપુર સિક્સલેન હાઇવે પ્રોજેક્ટ, રાજકોટ – કાનાલુસ ડબલ ટ્રેક રેલવે પ્રોજેક્ટ, માધાપર અંડર બ્રિજ સહિતના પ્રોજેક્ટ અંગે જુદા-જુદા વિભાગો સાથે બેઠક યોજી હતી, જો કે, લાંબા સમય બાદ મળેલી આ બેઠકમાં પ્રાથમિક ચર્ચાઓની સાથે કાનાલુસ -રાજકોટ ડબલ ટ્રેક રેલવે પ્રોજેક્ટનો પ્રગતિ રિપોર્ટ લેવામાં આવ્યો હતો.