કણકોટ પાટીયા પાસે કોન્ટ્રાકટરની કાર સળગાવી નાખવાની કોશિશ
અકસ્માત કરી ખર્ચ આપવા બાબતે ત્રણ શખ્સોએ આંતક મચાવ્યો
કણકોટ પાટીયા પાસે ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતા કોન્ટ્રાકટરમુકેશભાઇ રમેશભાઇ પરમારની કાર સાથે કાર અથડાવી તેને પેટ્રોલથી સળગાવી દેવાની કોશિસ કરી ધમકી આપી કણકોટ પાટિયા પાસે હાઉસિંગ કવાર્ટરમાં રહેતા ભાવેશ બાવાજી સહિત ત્રણ શખ્સોએ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતાં તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કોન્ટ્રાકટર મુકેશભાઈની વેન્યુ કાર ઘર પાસે પાર્ક હતી તેમા પાછળની સાઇડ જીજે.03.કે.એચ.7441 નંબરની ક્રેટા કાર ભટકાયેલ હતી. તે કારમાંથી સોસાયટીમાં રહેતો ભાવેશ બાવાજી અને તેના બે મિત્રો નીચે ઉતરી ગાડીમાં થયેલ નુકસાનના રૂપિયા આપવા માટે ઝગડો કરી કોન્ટ્રાકટરને જ્ઞાતી પ્રત્યે હડધૂત કરી ધમકી આપી ગાડીમાંથી માચીસ કાઢી તેની ગાડીની પેટ્રોલની ટાંકી ખોલી કહેવા લાગેલ કે, મારી ગાડી સળગાવુ અને ભેગી તેરી ગાડી સળગાવી નાંખું બનાવ સમયે તાલુકા પોલીસની પીસીઆર આવી જતાં ત્રણેયને પોલીસ મથકે લઈ જવાયા હતાં.
