વકીલો અને પક્ષકારોને મહત્તમ સુવિધા મળે તે લક્ષ્ય: કમલેશ શાહ
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી આગામી ૨૨મીએ યોજાવા જઈ રહી છે ત્યારે ભાજપ લીગલ સેલ સમર્થિત સમરસ પેનલને વ્યાપક આવકાર મળી રહ્યો છે અને મોટાભાગના બાર એસોસિએશને આખી પેનલને ટેકો જાહેર કર્યો છે ત્યારે તેમનો ભવ્ય વિજય નિશ્ચિત જણાઈ રહ્યો છે. આજે સમરસ પેનલના પ્રમુખપદના ઉમેદવાર કમલેશભાઈ શાહ, ઉપપ્રમુખપદના દાવેદાર સુરેશ ફળદુ અને સેક્રેટરી પદ માટેના દાવેદાર પી.સી.વ્યાસ સહિતના તમામ ઉમેદવારો `વૉઈસ ઑફ ડે’ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને તેઓ વકીલો તેમજ પક્ષકારો માટે આવનારા સમયમાં શું શું કરવા માંગે છે તેની માહિતી આપી હતી.
કમલેશભાઈ શાહે કહ્યું હતું કે રાજકોટમાં કોર્ટનું અદ્યતન બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે અને થોડા સમયમાં તેનું ઉદ્ઘાટન પણ થઈ જશે ત્યારે આ બિલ્ડિંગમાં વકીલો તેમજ અસીલોને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે પ્રયાસો કરવામાં આવશે. ખાસ કરીને બહારગામથી આવનારા અસીલો માટે એક હેલ્પડેસ્ક ઉભું કરવામાં આવશે જે કઈ અદાલતમાં કોનો કેસ ચાલે છે તેની માહિતી આપશે. આ ઉપરાંત બાર એસોસિએશનના હોલમાં એક એ.વી. રૂમ બનાવવામાં આવશે જ્યાંથી વકીલો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશે. રાજકોટ બાર એસોસિએશનની હાઈકોર્ટ બેન્ચની માંગણી પણ યથાવત જ રહેશે.
મુલાકાત દરમિયાન સમરસ પેનલે જણાવ્યું કે આ વર્ષેે આ સંગઠનના નવા હોદ્દેદારો પણ ગયા વર્ષે થયેલી કામગીરીને જાળવી રાખે અને રાજકોટ બારને વિકાસના નવા શીખરો સર કરાવે તેવી નેમ સાથે રાજકોટના ભાજપ લીગલ સેલ સમર્પિત સમરસ પેનલ રાજકોટ બાર એસોસિએશન ઈલેક્શન-૨૦૨૩માં ઉમેદવારી નોંધાવી રહી છે જેમાં સમરસ પેનલ વતી પ્રમુખપદ માટે કમલેશભાઈ શાહ, ઉપપ્રમુખપદે સુરેશભાઈ ફળદુ, સેક્રેટરીપદે પી.સી.વ્યાસ, જોઈન્ટ સેક્રેટરી પદે જયેન્દ્રભાઈ ગોંડલીયા, ખજાનચી પદે આર.ડી.ઝાલા, લાઈબ્રેરી સેક્રેટરી પદે મેહુલ મહેતા, મહિલા અનામત બેઠક પરથી રેખાબેન પટેલ તેમજ કારોબારી સભ્યોના ૯ સભ્યો માટે નિકુંજ શુક્લ, કૌશલ વ્યાસ, ભાવેશ રંગાણી, પ્રવીણ સોલંકી, અમિત વેકરીયા, અજયસિંહ ચૌહાણ, સાગર હપાણી, રણજીત મકવાણા, યશ ચોલેરાએ ઉમેદવારી નોંધાવી છે.
આ પેનલને પ્રદેશ ભાજપ લીગલ સેલના સહસંયોજક અનિલભાઈ દેસાઈ, કારોબારી સભ્ય કિશોરભાઈ સખીયા, રાજકોટ બારના પ્રમુખ એલ.જે.શાહી તેમજ તમામ હોદ્દેદારો, રાજકોટ ભાજપ મહાનગર લીગલ સેલના સંયોજક પીયુષભાઈ શાહ, સહસંયોજક કમલેશભાઈ ડોડીયા, રાજકોટ ક્રિમીનલ બારના પ્રમુખ એન.ડી.ચાવડા તેમજ તેમની ટીમ, મહિલા બારના મહિલા વકીલ સભ્યો, રેવન્યુ બારના પ્રમુખ રમેશભાઈ કથીરિયા તેમજ તમામ મીત્રો, રેવન્યુ પ્રેક્ટિશનર એસોસિએશનના પ્રમુખ એન.જે.પટેલ તેમજ અન્ય હોદ્દેદારો, ક્લેઈમ બારના પ્રમુખ મનિષભાઈ ખખ્ખર તેમજ સમગ્ર ટીમ, ક્નઝ્યુમર બાર એસો.ના પ્રમુખ ગજેન્દ્રભાઈ જાની તેમજ અન્ય વકીલ મીત્રો, વૉઈસ ઑફ લોયર્સ તેમજ લોયર્સ સ્પોર્ટસ ફાઉન્ડેશનના પરેશભાઈ મારૂ, ભગીરથસિંહ ડોડિયા, ઈન્દ્રસિંહ ઝાલા, બીમલભાઈ જાની, વિશાલભાઈ ગોસાઈ તેમજ તેમની ટીમ, જુનિયર બાર એસો.ના કે.બી.જાડેજા, ચંદ્રસિંહ તલાટિયા તેમજ મીત્રો, લેબર બારના પ્રમુખ સુનીલભાઈ વાઢેર તેમજ અન્ય મિત્રો, જીએસટી બારના પ્રમુખ મનિષભાઈ સોજીત્રા તેમજ અન્યો, ઈન્કમટેક્સ બારના પ્રમુખ રણજીતભાઈ લાલચંદાણી સાથે અન્ય અગ્રણીઓ, યુવા લોયર્સના કિરીટભાઈ નકુમ, હેમાંશુભાઈ પારેખ સહિતના તમામ મીત્રો, સરકારી વકીલો આબિદભાઈ સોશન, તરુણભાઈ માથુર, અનિલભાઈ ગોગીયા, રક્ષિતભાઈ કલોલા, મુકેશભાઈ પીપળીયા સહિતના તમામ અલગ-અલગ એસોસિએશન, સંગઠનોના હોદ્દેદાર તેમજ સભ્ય વકીલ મીત્રોનો ટેકો મળ્યો છે.
આ ચૂંટણીને લઈને સમગ્ર સમરસ પેનલ તેમજ અન્ય વકીલ મીત્રોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે રાજકોટના તમામ વકીલ ભાઈઓ, બહેનો, સીનિયર વકીલો તેમજ જુનિયર વકીલોને ઉમટી પડવા ભાજપ લીગલ સેલના સહ ક્નવીનર અનિલભાઈ દેસાઈ, કારોબારી સભ્ય કિશોરભાઈ સખીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, શહેર ભાજપ મહામંત્રી, રાજકોટ બારના પ્રમુખ લલિતસિંહ શાહી, શહેર ભાજપ લીગલ સેલ સંયોજક પીયુષભાઈ શાહ તેમજ સહસંયોજક કમલેશભાઈ ડોડીયા, રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા, શહેર યુવા ભાજપ પ્રમુખ કિશનભાઈ ટીલવા, ભાજપ અગ્રણી પરેશભાઈ ઠાકર તેમજ રાજકોટના ગણમાન્ય તેમજ રાજકોટના વકીલો પણ જેમને માનપૂર્વક જુએ છે તેવા સીનિયર વકીલો લલિતસિંહ શાહી, ગીરીશભાઈ ભટ્ટ, મહર્ષિભાઈ પંડ્યા, પ્રવીણભાઈ કોટેચા, મધુભાઈ ખંધાર, ડી.જી.પી. એસ.કે.વોરા, સંજયભાઈ વ્યાસ, નરેન્દ્રભાઈ બુસા, પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ પટેલ, એન.જે.પટેલ, બી.એમ.પટેલ, જી.એલ.રામાણી, જે.એફ.રાણા, મૌલિકભાઈ ફળદુ, અજયભાઈ જોશી, અશ્વિનભાઈ ગોસાઈ, નીતેશભાઈ કથીરિયા, દિનેશભાઈ વારોતરિયા, જીતુભાઈ પારેખ, કિશનભાઈ એમ.પટેલ તેમજ રાજકોટના અલગ-અલગ તમામ બાર, ફેડરેશન, ગ્રુપના પ્રમુખ, મંત્રી સહિતના આગેવાનોએ સીનિયર, જુનિયર, મહિલા વકીલોને આ ઉદ્ઘાટન સમારોહમાં પોતાની નૈતિક ફરજ સમજી હાજર રહેવા હાકલ કરી છે.
કમલેશભાઈ શાહનો ટૂંકો પરિચય
મુળ ચોટીલાના વતની, રાજકોટને કર્મભૂમિ બનાવી વકીલાતના વ્યવસાયમાં પોતાની આગવી ઓળખ ધરાવનાર જૂની પેઢીના સીનિયર ધારાશાસ્ત્રી સ્વ.નટવરલાલ પોપટલાલ શાહના બંને પુત્રો કમલેશભાઈ અને જીજ્ઞેશભાઈ વકીલાતના વ્યવસાયમાં લાંબા સમયથી જોડાયેલ છે. કમલેશભાઈ શાહએ વકીલાતના વ્યવસાયની સાથે સાથે રાજકોટ બાર એસોસિએશનમાં ઉપપ્રમુખ, જોઈન્ટ સેક્રેટરી અને કારોબારી સભ્ય તરીકે જવાબદારી સંભાળી છે. આ ઉપરાંત બાર એસો.ની વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે જોડાયેલા છે. તેઓ રાજકોટના વકીલોની સામે પોતાના અંગત પોલીસ અને કોર્ટ કેસમાં પોલીસ સ્ટેશનમાં અને વિવિધ કોર્ટમાં નિ:શુલ્ક રીતે સહાયભૂત થયા છે.
સુરેશભાઈ ફળદુનો ટૂંકો પરિચય
બાર એસો.ની આગામી ચૂંટણીમાં ઉપપ્રમુખપદના ઉમેદવાર તરીકે સૌરાષ્ટ્રના નામાંકિત એડવોકેટ સુરેશભાઈ ફળદુએ ઉમેદવારી નોંધાવી છે. મીતભાષી, મીલનસાર સ્વભાવ અને સીનિયર વકીલના દિલમાં વસતા અને બહોળું મીત્ર વર્તુળ ધરાવતાં સુરેશભાઈ ફળદુ હાર્ડવર્કર તરીકે અદાલતોમાં જાણીતા છે. ઘડિયાળ, કાટા, લોલક બધા તેના તે જ હોય છે પરંતુ સમય હર ક્ષણે નવો જ હોય છે જે વ્યક્તિ સમયની સાથે ચાલે છે, સમય તેની સાથે ચાલે છે તે રીતે સમયના પાબંદી તરીકે જાણીતા એડવોકેટ સુરેશભાઈ ફળદુએ વર્ષ ૨૦૦૩થી સૌરાષ્ટ્રના નામાંકિત એડવોકેટ લલિતસિંહ શાહી સાથે ફોજદારી સાઈડ વકીલાતની શરૂઆત કરી હતી અને ત્યારથી ૩૬૫ દિવસ ૧૮ કલાક કામ કર્યું છે.
આર.ડી.ઝાલાનો ટૂંકો પરિચય
ચૂંટણીમાં સમરસ પેનલ વતી ટે્રઝરર પદના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ધીરુભા ઝાલા (આર.ડી.-રાજભા) છેલ્લા ૨૯ વર્ષથી રાજકોટમાં રેવન્યુ અને સિવિલની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને રેવન્યુ પ્રેક્ટિસનર એસો.ના ઘણા હોદ્દાઓ ઉપરથી અલગ-અલગ વર્ષોમાં કામગીરી કરી છે. છેલ્લા ૨૯ વર્ષમાં તેમણે એક પણ ચૂંટણી લડી નથી.
રેખાબેન લીંબાસીયાનો ટૂંકો પરિચય
રેખાબેન નિતેશભાઈ લીંબાસીયા (પટેલ) વર્ષ ૧૯૯૯થી રેવન્યુ, સિવિલ, ક્રિમીનલ તેમજ મેટ્રોમોનિયલ (ફેમિલી)ના ક્ષેત્રમાં વકીલાત કરી રહ્યા છે. આ ઉપરાંત રાજકોટ નાગરિક સહકારી બેન્ક લી.ના પેનલ એડવોકેટ તરીકે પણ કાર્યરત છે. તેઓ ૨૦૧૮થી રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેન્ક લી.ના પેનલ એડવોકેટ પણ છે.
અમિતભાઈ બી.વેકરિયાનો ટૂંકો પરિચય
છેલ્લા ૧૬ વર્ષથી રેવન્યુ ક્ષેત્રમાં કાર્યરત અમિત બી.વેકરિયા એટલે એક એવું વ્યક્તિ કે જેમનું નામ વકીલાતના ક્ષેત્રમાં ખૂબ જ આદરથી લેવાય છે. તેમના મહેનતુ, શાંત સ્વભાવ, સ્પષ્ટ વક્તા તેમજ નીડર વ્યક્તિત્વના કારણે રાજકોટના સીનિયર અને જુનિયર વકીલોમાં ઘણી લોકચાહના ધરાવે છે.
સાગર શશીકાંત હાપાણીનો ટૂંકો પરિચય
સમરસ પેનલમાંથી કારોબારી સભ્યપદના ઉમેદવાર તરીકે શશીકાંત હાપાણીએ ઉમેદવારી નોંધાવી છે. છેલ્લા સાત વર્ષથી વકીલાત ક્ષેત્રે રાજકોટને કર્મભૂમિ બનાવનાર શશીકાંત હાપાણીએ પોતાના મોટા બનેવી મુકેશભાઈ કામદાર (એડવોકેટ)ની નિશ્રામાં રહી વકીલાત ક્ષેત્રે માર્ગદર્શન મેળવ્યું છે. પોતાના સરળ અને ખેલદીલીપૂર્વકના સ્વભાવથી તેમજ ક્રિકેટ ક્ષેત્રે તેઓ સંકળાયેલા છે.