છ વર્ષ બાદ કેદીઓના પગારમાં ૬૦% વધારો
રાજ્યની જેલોમાં સજા ભોગવતા પાકા કામના કેદીઓને દૈનિક મહેનતાળાનું વધારતા આનંદો : સરકારનો આભાર માન્યો
રાજ્યની જેલોમાં સજા ભોગવતા પાકા કામના કેદીઓના પગારમાં ગૃહવિભાગ દ્વારા માં છ વર્ષ બાદ વધારો કરવાનો મહત્વનો નિર્ણય કરાયો છે. જે અંતર્ગત રાજકોટ સેન્ટ્રલ જેલમાં રહેલા પાકા કામના કેદીઓનાં દૈનિક વેતનમાં ૬૦ ટકા વધારો કરવામાં આવ્યો છે. જેને પગલે બિનકુશળ કેદીઓને અગાઉના રૂ.૭૦ સામે રૂ.૧૧૦, અર્ધકુશળને અગાઉના રૂ.૮૦ સામે રૂ.૧૪૦ અને કુશળ કેદીને અગાઉના રૂ.૧૦૦ સામે હવે રૂ.૧૭૦ આપવામાં આવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર રાજ્યની જુદી જુદી જેલોમાં રહેલા પાકા કામના કેદીઓને જેલમાં કરવામાં આવતી વિવિધ કામગીરીને પગલે રાજ્ય સરકાર તરફથી દૈનિક વેતન ચૂકવવામાં આવે છે. જેમાં વર્ષ ૨૦૧૭માં થયેલા હુકમ મુજબરે કેદીઓને ચુકવવામાં આવતું દૈનિક વેતનના બરાબર જેવું હોવાની ચર્ચા હતી.
જેમાં બિનકુશળ કેદીને (જે હજુ કામ શીખી રહ્યા હોય તે) કેદીઓને રૂ.૭૦ આપવામાં આવતા હતા જ્યારે અર્ધકુશળ (જે થોડું ઘણું કામ શીખી ગયા હોઈ તે) કેદીને રૂ.૮૦ અને કુશળ (જે સંપૂર્ણ પણે કામ શીખી ગયા હોઈ તે)કેદીને રૂ.૧૦૦નું વેતન મળતું હતું. આ વેતનમાં વધારો કરવા માટે જેલોના વડા દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈને ગૃહ વિભાગે કેદીઓના દૈનિક વેતનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો હતો.રાજ્ય સરકાર દ્વારા કેદીઓના આર્થિક વિકાસ માટે આ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં કેદી જેલની અંદર કે બહાર જેલની વસ્તુઓના વેચાણના સ્થળો પર કામ કરી ભથ્થું મેળવી શકે છે. આ રીતે કેદી જેલમાંથી છૂટે ત્યારે તેઓના હાથ પર થોડી રકમ હોવાથી પોતાના ધંધા-રોજગારની શરૂઆત પહેલા પોતાનું ગુજરાન પણ ચલાવી શકે છે.
કોને કેટલો વધારો કરાયો
બિન કુશળ કેદી (કામ શીખતા હોઈ તે) – રૂ.૭૦ થી વધીને રૂ.૧૧૦
અર્ધકુશળ કેદી (થોડું કામ શીખી ગયા હોઈ તે) – રૂ.૮૦ થી વધીને રૂ.૧૪૦
કુશળ કેદીઓ ( સંપૂર્ણ પણે કામ શીખી ગયેલા ) – રૂ.૧૦૦ થી વધીને રૂ.૧૭૦