રાજકોટની 921 ખાનગી સ્કૂલમાં 6,640 સીટ માટે આર.ટી.ઇ.હેઠળ પ્રવેશ મળશે: ફોર્મ ભરવાનું શરૂ
40 શહેર અને જિલ્લાની ખાનગી સ્કૂલોની 93,527 બેઠક પર ધો.1 માટે બાળકોને એડમિશન અપાશે:સરકાર દ્વારા ધો.1 થી 8 સુધી ખાનગી સ્કૂલોમાં ફ્રી એજ્યુકેશન અપાય છે
રાઇટ ટુ એજ્યુકેશન એકટ હેઠળ એડમિશન માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગુજરાતના 40 શહેર અને જિલ્લાની ખાનગી સ્કૂલોની 93,527 બેઠક પર ધોરણ એકમાં બાળકોને પ્રવેશ આપવામાં આવશે. સરકાર દ્વારા 25% બેઠક ખાનગી સ્કૂલમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારના બાળકોને ધોરણ 1 થી પ્રવેશ આપવામાં આવે છે જેના માટે રાઈટ ટુ એજ્યુકેશનના ફોર્મ ભરવાની કામગીરી 28 ફેબ્રુઆરી થી શરૂ થઈ ચૂકી છે.
રાજકોટમાં અનેક શાળાઓમાં ફોર્મ ભરવા માટે વાલીઓની મદદ કરવામાં આવશે જેમાં કોર્પોરેશનમાં એક માત્ર દીકરી હોય તેવા બાળકના એડમિશન માટેનું પ્રમાણપત્ર કોર્પોરેશન અપાશે. 12 માર્ચ સુધી વાલીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. અરજદારો ઓનલાઇન અરજી કરી શકશે.
રાજકોટ શહેર અને જિલ્લામાં વરસ 2025માં 921 ખાનગી સ્કૂલમાં 6,640 વિદ્યાર્થીઓ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશ મેળવી શકશે. ગત વર્ષે 804 ખાનગી શાળાઓમાં 4487 સીટ પર વિદ્યાર્થીઓના પ્રવેશ થયા હતા. ધોરણ એક થી આઠ સુધી ખાનગી સ્કૂલોમાં એજ્યુકેશન સરકાર દ્વારા આપવામાં આવે છે.