રાજકોટમાં લગાતાર આઈ.ટી.નું એક્શન: ભવાની કન્સ્ટ્રકશનમાં ટી.ડી.એસ.ની તપાસ
કંપનીના સંચાલકોએ 50 લાખ ટીડીએસ ચૂકવ્યો ન હોવાથી આઈ.ટી.ની ટીમનો પડાવ: તહેવારો સમયે ઇન્કમટેક્સની કાર્યવાહીથી ફફડાટ
રાજકોટમાં લગાતાર બીજા દિવસે ઇન્કમટેક્સ વિભાગ એક્શનમાં રહ્યુ હતું, શહેરના કાલાવડ રોડ પર આવેલા ભવાની કન્સ્ટ્રક્શન પર ટીડીએસની તપાસ આવી હતી. ટીડીએસ ના 50 લાખ જ કંપની દ્વારા ચૂકવવામાં આવ્યા ન હોવાનું સૂત્ર એ જણાવ્યું હતું.
ટીડીએસ ના અધિકારીઓ તપાસ માટે આવ્યા હતા ત્યારે કંપનીના સંચાલકોએ 25,00,000 ચૂકવવા સહમતી દર્શાવી હતી. છેલ્લા ચાર દિવસથી રાજકોટ સહિત રાજ્યભરમાં આવકવેરા વિભાગની કાર્યવાહીથી કરચોરોમાં ફફડાટ ફેલાયો છે.
અમદાવાદ, વડોદરા અને સુરતમાં બિલ્ડર લોબી પર આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું ત્યારબાદ ગઈકાલે ડીજીજીઆઈએ સીરામીક મશીનરી બનાવતી ચાઈનીઝ કંપની પર સર્ચ કરતા ત્યાંથી 6 કરોડની રોકડ મળી આવતા પ્રકરણમાં આવકવેરા વિભાગે પણ તપાસ હાથ ધરી હતી.