રાજકોટ એસટી બસ સ્ટેન્ડથી રવિવારે હીરાસર એરપોર્ટ જવામાં માટે એસી બસ શરૂ
દરરોજ 20 બસની અવર જવર કરશે: દર કલાકે બસ એરપોર્ટના ટર્મિનલ સુધી જશે
એરપોર્ટ જવામાં ખાનગી કારના રૂપિયા 3 હજારના ભાડા સામે
એસટીની ટિકિટ ફક્ત રૂ.100 રહેશે
આગામી રવિવારથી રાજકોટના આધુનિક નવા હીરાસર એરપોર્ટ પરથી ફ્લાઇટની ઉડાન શરૂ થવાની છે ત્યારે મુસાફરોને કોઈ
મુશ્કેલીના પડે તે હેતુથી એસટી દ્વારા ઇલેક્ટ્રિક એસી બસ રવિવારે
સવારથી જ શરૂ કરી દેવામાં આવશે ઉપરોક્ત બસ રાજકોટ
એસટી બસ સ્ટેન્ડ પરથી અવરજવર કરશે તેના માટેની
એરપોર્ટ સુધી ની ટિકિટ ફક્ત રૂ.100 રાખવામાં આવી છે
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટથી
હીરાસર એરપોર્ટ જવા માટે નું ખાનગી કાર દ્વારા રૂ.3 હજારનું ભાડું અગાઉથી એસોસિએશન
નક્કી કરવામાં આવ્યું હતું દરમિયાન રાજકોટ એરપોર્ટ ઉપર
દૈનિક 11 ફ્લાઇટ ની અવર જ્વર
રહે છે આવા સંજોગોમાં રાજકોટ
એસટી બસ સ્ટેન્ડ પરથી દર કલાકે
33 મુસાફરો બેસી શકે તેવી એસી
ઇલેક્ટ્રિક બસ રવિવારથી શરૂ કરવામાં આવશે અને આ બસ એરપોર્ટ ના ટર્મિનલ સુધી મુસાફરોને લઈ જશે તેમ
ડી.સી. ક્લોત્રા એ જણાવ્યું હતું
દિવસની 20 બસોની ટ્રીપ રહેશે
અંતે એ યાદ અપાવુ જરૂરી છે કે હીરાસર એરપોર્ટ પરથી પ્રથમ ફ્લાઇટ સવારે 8 કલાકે ઉપડવાની
છે ત્યારે રાજકોટ બસ સ્ટેન્ડથી
હીરાસર જ્વા માટે પ્રથમ બસ
રવિવારે વહેલી સવારે 6 વાગ્યે ઉપડશે