મોબાઇલની લત છોડાવી જીવ બચાવવાની તાલિમ આપે છે રાજકોટનો યુવાન
સુરતમા બનેલી આગની ઘટનામાથી પ્રેરણા લઈ
પ્રથમ ટે્રકિગ કપનીમા ગાઈડ તરીકે નોકરી કરી બાદમા પોતાની કપની શરૂ કરી મોબાઇલમા રચ્યા-પચ્યા રહેતા યુવાઓને પહાડો વિશે જાણકારી મળે, સાહસિકતા વધે તે માટે પોતાનો અને અન્યનો જીવ કઈ રીતે બચાવી શકાય તે માટે પ્રેરિત કર્યા
સુરતમા થોડા વર્ષો પહેલા એક બહુમાળી ઇમારતમા આગ લાગવાની દુખદ ઘટના બની હતી અને તેમા સૌથી ઉપરના માળ પર ટ્યુશન ક્લાસમા અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ ઈમાર્ટમાથી નીચે ઉતરી શક્યા ન હતા અને મોતને ભેટયા હતા. જે બનાવમાથી પ્રેરણા લઈને રાજકોટના એક યુવાને ટે્રકિગ કપની શરૂ કરી અને તેના થકી યુવાનોને મોબાઇલની લત છોડાવી જીવ બચાવવાની તાલીમ આપી રહ્યા છે.
રાજકોટનો એક એવો યુવાન કે જેણે પ્રથમ તો ટે્રકીંગ કપનીમા ગાઈડ તરીકેની નોકરી કરી પરતુ બાદમા તેને ટે્રકીંગમા રુચિ પડતા માઉન્ટેનરી કોર્ષ કર્યો અને અન્ય લોકો પણ પહાડો વિશે જાણે, આકસ્મિક બનાવોમા પોતાના જીવ કઈ રીતે બચી શકે તે માટેનુ અભિયાન શરૂ કર્યું. રાજકોટના અજયસિહ અરવિદસિહ જાડેજાનામના યુવાને વર્ષ ૨૦૧૪મા એક ખાનગી કપનીમા ગાઈડ તરીકે નોકરી શરૂ કરી હતી. જે લોકોને ટે્રકીંગમા લઈ જતિ હતી. બાદમા અજયસિહ પણ ટે્રકીંગમા રસ પડ્યો હતો. ટે્રકીંગમા આવતા લોકો પાસેથી જાણવા મળ્યુ કે માઉન્ટેનરી નામનો કોર્ષ પણ થાય છે. જે બાદ યુવાને ૨૬ દિવસનો માઉન્ટેનરી કોર્ષ સરકારી સસ્થામાથી કર્યો અને પોતાની રીતે લોકોને ટે્રકિગ પર લઈ જવાનુ શરૂ કર્યું.
હાલ આ યુવાન શહેરના એક પેટ્રોલ પપમા મેનેજર તરીકે નોકરી કરે છે તેમજ યુવા એડવેન્ચર નામની કપની ચલાવે છે. જેના દ્વારા યુવાનોને ટે્રકિગ પર લઈ જાય છે. આ યુવાન અત્યાર સુધીમા ૧૦૦૦થી વધારે લોકોને મનાલી, કેદારકટા, ડેલહાઉસી, કેદારનાથ વગેરે અને ગુજરાતમા હિગોળગઢ, બેટ દ્વારકા જેવા સ્થળોએ ટે્રકિગ પર લઈ ગયા છે. વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમા એમણે જણાવ્યુ હતુ કે, આજના યુવાનો મોબાઇલમા રચ્યા-પચ્યા રહે છે. કેટલાક લોકોને બહારની દુનિયા સાથે કાઇ લાગતુ વળગતુ નથી. માટે આવા યુવાનો કુદરતને ઓળખે, પહાડોમા જાય, તેના વિશે જાણે, ટે્રકિગ કરે, તેમનામા સાહસિકતા વધે અને ખાસ આકસ્મિક બનાવોમા પોતાનો અને અન્ય લોકોનો જીવ કઈ રીતે બચાવી શકાય તે માટે પ્રેરૂ છુ.
સુરતમા થોડા વર્ષો અગાઉ બનેલી આગની ઘટના વાગોળી એમણે કહ્યુ હતુ કે, સુરતની એક બહુમાળી ઇમારતમા આગ લાગી હતી, જેમા કેટલાક વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હતા. આ ઘટનામા વિદ્યાર્થીઓને ઇમારતમા ઉંચાઇએથી કઈ રીતે નીચે ઉતરી શકાય તેનો કદાચ ખ્યાલ નહતો. માટે આવી ઘટનામા માત્ર એક દોરડા કે વાયરની મદદથી કઈ રીતે નીચે ઉતરી શકાય તે ટે્રકિગ દરમિયાન હુ યુવાનોને જણાવુ છુ.