Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

લગ્નમાં શરૂ થયો અનોખો ટ્રેંડ, શેરવાનીના ખર્ચે હનીમૂન

Thu, October 5 2023

રાજકોટમાં સૌપ્રથમ રેન્ટલ વેડિંગ વેરની શરૂઆત કરનાર ડોલીબેન બોઘાણી લોકોની માનસિકતાને બદલી બિઝનેશને આગળ વધવામાં સફળ રહ્યા

શ્રાધ્ધ મહિનો પૂર્ણ થતા બાદ હવે ગણતરીના દિવસોમાં લગ્નસરાની સીઝન શરૂ થઇ રહી છે, ત્યારે ફરી ગામે-ગામે અને શહેરોમાં ઢોલ ધ્રબુકતા થશે. બજારોમાં લગ્નની ખરીદી પૂરબહારમાં નીકળશે, પરંતુ હવે થોડો ટ્રેન્ડ બદલાયો છે. આજકાલ મોંઘવારીના સમયમાં લગ્નના વિવિધ પ્રસંગ દીઠ મોંઘી સાડી, ચણિયાચોળી, શેરવાની, સૂટ,જોધપુરી કે ઇન્ડો વેસ્ટર્ન વગેરે પાછળ લાખનો રૂપિયાનો ખર્ચ કરવા કરતાં હવે સમજદાર દુલ્હન-દુલ્હા અને પરિવારના સભ્યો લગ્નમાં તથા અન્ય રીસેપ્શન, મહેંદી,સંગીત સંધ્યા જેવા પ્રસંગોમાં ભાડાં પર પોષાક લેતા થયા છે. છેલ્લા ઘણા વર્ષથી આ ચલણ રાજકોટમાં ખૂબ વધ્યું છે.ફેશનના જમાનામાં પાછા આજના દુલ્હા-દુલ્હન આ કપડાં એક વખત પોતાના લગ્નમાં પર્હેયા બાદ બીજા કોઇ પ્રસંગમાં પહેરવાનું પસંદ નથી કરતા, તેથી હજારોનો ખર્ચ માથે પડે છે. ખરીદેલાં કપડાં ઘરમાં મહેમાન બની બસ રહી જાય છે, તેથી આજકાલ દુલ્હા-દુલ્હન મોંઘાં પોષાક ખરીદવા કરતાં ભાડે લેતા થયા છે, જેનાથી પ્રસંગ પણ સચવાઇ રહે અને તેટલા રૂપિયામાં હનીમુન પણ માણી શકાય તેમજ બીજા કામની વસ્તુ કે અન્ય જગ્યાએ ખર્ચ કરી શકાય, જે ખરેખર ઉપયોગી બની રહે.


રાજકોટમાં આશરે ૧૫ થી ૧૬ વર્ષ પૂર્વે હાઈ ફાઈ કલેક્શનના સંચાલક ડોલીબેન બોઘાણી અને તેમના પરિવારે આની શરૂઆત કરી હતી. રાજકોટમાં રેન્ટલ વેર ખાસ કરીને વેડિંગમાં રેન્ટલ વેર એ કન્સેપ્ટને રાજકોટમાં લવાનાર ડોલીબેન બોઘાણી વોઈસ ઓફ ડે સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમનો કપડાનો ફેમીલી બિઝનેશ છે લાખાજીરાજ રોડ ઉપર તેમની શોપ હતી ડોલીબેનના પતિએ વિદેશમાં ચાલતી આ રેન્ટલ વેડિંગ વેરનો અભ્યાસ કર્યા બાદ રાજકોટમાં તેની શરૂઆત કરી પ્રથમ કાલાવડ રોડ અને પંચનાથ તેમજ જાગનાથ પ્લોટમાં શોપ શરુ કરી સમગ્ર બિઝનેશનું સંચાલન ડોલીબેને પોતાના હાથમાં લીધું અને અનેક મહિલાઓને આ બિઝનેશ માં નોકરી આપી રોજગારી પણ પૂરી પાડી.ધીમે ધીમે રાજકોટમાં રેન્ટલ વેડિંગ વેરની ડીમાંડ વધી અને ડોલીબેને નિર્મલારોડ ઉપર પોતનું હાઈ ફાઈ કલેક્શન શો-રૂમ શરુ કર્યો હાલ અન્ય બ્રાંચ બંધ કરી માત્ર નિર્મલા રોડ ઉપરના શોરૂમ ખાતેથી વ્યવસાય સંભાળે છે.
છેલ્લા કેટલાક સમયથી શહેરમાં લગ્નો માં ચણીયા ચોલી ,શૂટ અને શેરવાની ભાડે લેવાનો ટ્રેન્ડ ચાલ્યો છે. જેના કારણે હવે લોકો તૈયાર ચણિયાચોળી લેવાનું ટાળતા હોય છે. કારણ કે લોકોને પોતાના બજેટમાં સારા એવા ચણિયાચોળી અને શૂટ ભાડે મળી જતા હોય છે.થોડા વરસો પહેલા લગ્ન નક્કી થાય એટલે તરતજ છોકરો હોય કે છોકરી તેઓ લગ્નના દિવસે શું પહેરશે તેની પસંદગી માં લાગી જતા હતા.તેઓ

દરજીને શેરવાની અને ચણીયા ચોળી સીવડાવવા આપી દેતા અને ક્યાં તો પછી ફેમિલી અથવા મિત્રો જોડે જઈને શોપિંગ કરી આવતા પરંતુ સમય ની સાથે સાથે ટ્રેન્ડ બદલાયો અને જે શેરવાની 6 મહીંના પહેલા સીવડાવવા માં આવતી હવે તે સીવડાવવાના બદલે લોકો ભાડે લેતા થઇ ગયા દુલ્હન ના કપડાથી માંડી ને તેની સાથે પહેરવાના ઘરેણા પણ હવે તો ભાડે મળે છે.અને લોકો પણ હવે ભાડે લેવાનું જ પસંદ કરે છે.લગ્નના વર અને વધુના કપડા ભાડે લેવા માટે 2000 રૂપિયાથી માંડી ને ૮000 સુધી માં મળી જાય છે.


રાજકોટમાં સૌ પ્રથમ રેન્ટલ વેડિંગ વેરની શરૂઆત ડોલીબેન બોઘાણી અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવી.ડોલીબેન વધુમાં જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી લગ્નમાં કપડાનો ટ્રેન્ડ બદલાયો છે કારણકે હવે લોકો કપડા સીવડાવવા કે તૈયાર લેવાના બદલે ભાડે લેવાનું વધુ પસંદ કરતાં હોય છે. જેના કારણે અત્યારે લગ્ન સિઝન દરમિયાન ભાડે કપડાં આપનાર નો ધંધો ખુબ જ સારો ચાલતો હોય છે. ભાડે કપડાં લેવાના મુખ્ય કારણોમાં કે એક તો કપડાં બજેટ માં આવી જાય છે.લોકો ને પસંદગી માટે અલગ અલગ ઓપ્શન છે.સાથે જ મેચિંગ મોઝડી અને પાઘડી પણ મળે છે. અમારે ત્યાં રેન્ટલ વેડિંગ વેરનું ભાડું દિવસમુજબ હોય છે ૪૮ કલાક માટે વેડિંગ વેર ભાડે આપવામાં આવે છે જેના માટેનું એડવાન્સ બુકિંગ કરાવવું પડે છે.

વર કે વધુ કપડા પસંદ કરે તેના પર ભાડું નક્કી થાય છે.જો બે દિવસ શેરવાની લેવાની હોય તો એ મુજબ ભાડું નક્કી થશે. દુલ્હન લગન માં ચણીયા ચોળી ખરીદવા જાવ કે તેયાર કરાવડાવો તેનો ખર્ચો જ મોંઘો પડી જાય છે. એક તો તેની શરૂઆત જ 5000 થી થાય છે.અને થોડા હેવી લો તો તેની કિંમત 10,000 રૂપિયા થી લઇ ને 80,000 સુધી પણ હોય છે. પરંતુ આ ચણીયા ચોળી માત્ર લગ્ન ના એક જ દિવસ પહેરવામાં આવે છે. જ્યારે તેને બીજીવાર કશે પહેરી શકાતા નથી કારણ કે તે ખુબજ હેવી હોય છે.અને તેને સાચવવા પણ અઘરા હોય છે,ઘણા લોકો લાખ લાખ રૂપિયાના ચણીયા ચોળી પણ કરાવડાવે છે. એ તો જેવો જેનો શોખ. આવા મોંઘા ચણીયા ચોળી દિવસના 2000 થી ૮000ના ભાડા માં જ મળી જતા હોય તો સારું જ છે. વળી તેની સાથે મેચિંગ જેવેલેરી પણ આપવામાં આવે છે. આ તમામ વસ્તુ એક જ જગ્યાએથી ઉપલબ્દ થાય છે અને હવે તો દુલ્હનના ઘરના અન્ય સભ્યો પણ કપડાં ભાડે જ લઈ લેતા હોય છે.લગ્ન ઉપરાંત સગાઈ,સંગીત સંધ્યા કે અન્ય કોઈ પ્રસંગમાં કપડા ભાડે લેવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે.


લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ વેડિંગ કલેક્શન અપડેટ થાય છે
આજના સમયમાં વિવિધ પ્રસંગોની યાદગીરી માટે ફોટોશૂટ કરવાનો ટ્રેન્ડ છે. પ્રિ વેડિંગ, લગ્ન પ્રસંગ જેવા પ્રસંગોમાં યુવાઓમાં ફોટોશૂટનું ઘણું ચલણ છે. આવા સમયે લોકોને નવું અને લેટેસ્ટ કલેક્શન મળી રહે તે માટે ડોલીબેન બોઘાણી દર ૬ મહીને પોતના રેન્ટલ વેડિંગ વેરમાં અપડેટ કરતા રહે છે અને બોલીવુડ કે કોઈ મોટી સેલિબ્રિટીના પ્રસંગમાં જે ટ્રેન્ડ મુજબનું કલેક્શન હોય તે મુજબના કપડા તૈયાર કરાવવામાં આવે છે ને જુનો સ્ટોક બદલી નવું કલેક્શન અપડેટ કરાય છે જેથી લોકોને લેટેસ્ટ વેડિંગ વેર ભાડે મળી રહે.

Share Article

Other Articles

Previous

Vivo એ ભારતમાં અદભુત ડિઝાઇન સાથે બે નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા

Next

રાજકોટમાં લાયટિંગ અને અમેરિકન ડાયમંડવાળા ગરબાની માંગ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
13 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
13 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
14 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
15 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

આ બાળક મારુ નથી ! પતિને પામવા નિષ્ઠુર જનેતાએ પુત્રને જીવતો જમીનમાં દાટી દીધો
ક્રાઇમ
2 મહિના પહેલા
રાજકોટમાં હવે સાયકલો પણ સલામત નથી !
રાજકોટ
2 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને અજાણ્યા લોકો પર વિશ્વાસ કરવો નહીં, નકામી વસ્તુઓમાં ખર્ચ વધુ થશે
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
ગોંડલમાં ન્હાવા પડેલા ત્રણ ડૂબ્યા કાકાનું મોત ભત્રીજાનો બચાવ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર