Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ઈલેક્ટ્રિક માર્કેટમાં ખરીદીનો સોલિડકરંટ’: ૨૫ કરોડના મોબાઈલ-ટીવી-ફ્રિઝ ખરીદાયા

Mon, November 13 2023

ઘણા વર્ષો બાદ પગાર-બોનસ બન્ને સાથે મળે તેવી તારીખે' દિવાળી આવતાં મન મુકીને ખરીદી

૧૦ હજારથી લઈ ૧.૫૦ લાખ સુધીના ૫૦૦૦થી વધુ મોબાઈલ ઉપરાંત ૧૫૦૦થી ૨૦૦૦ ટીવી, ૧૦૦૦ ફ્રિઝ, ૧૦૦૦ જેટલા વોશિંગ મશીનની ખરીદીનો અંદાજ: યંગસ્ટર્સમાં એપલ-સેમસંગ મોબાઈલ, ટીવીમાં સોની-એલજી, વોશિંગ મશીનમાં એલજી, વ્હર્લપુલ સહિતની કંપનીની ખરીદી વધુ

ઓછા ભાવે વધુ ફિચર્સ ધરાવતાં સ્માર્ટ ટીવી'ની ખરીદી પણબંબાટ’: ઘણા વર્ષો બાદ દિવાળી શુકનવંતી' સાબિત થતાં ડિલરો, નાના-મોટા વેપારીઓ ખુશખુશાલ: એસ્ટ્રોન ચોકની મોબાઈલ માર્કેટ રોશનીથી ઝળહળી ઉઠી, આખા રસ્તે ડી.જે.ની ધૂમ વૉઈસ ઑફ ડે, રાજકોટ દિવાળીની ધમાકેદાર ઉજવણી શરૂ થઈ ચૂકી છે. આ એક જ પર્વ એવું છે જેમાં લોકો સોયથી માંડી મોટરકાર સુધીની વસ્તુઓ નવી-નક્કોર જ ખરીદવા માટે પડાપડી કરતા હોય છે. પાછલા વર્ષોમાં દિવાળી પર મોબાઈલ, ટીવી, ફ્રિઝ, વોશિંગ મશીન સહિતની વસ્તુઓની ખરીદી ખાસ કરીને દિવાળી પર જ કરવાનો ટે્રન્ડ વધ્યો હોય આ વર્ષે તેમાં જબદરસ્ત ઉછાળો નોંધાયો હોવાનું માર્કેટમાંથી જાણવા મળી રહ્યું છે. ઈલેક્ટ્રોનિક માર્કેટના નિષ્ણાતોના અંદાજ પ્રમાણે આ વર્ષની દિવાળી પર ૨૫ કરોડથી વધુના મોબાઈલ, ટીવી, ફ્રિઝ સહિતના ઉપકરણોનું વેચાણ થયું છે જે પાછલા વર્ષો કરતાં ઘણું વધુ છે. વધુ ખરીદી થવા પાછળ આમ તો ઘણા બધા કારણો જવાબદાર છે પરંતુ સૌથી મુખ્ય કારણ એ રહ્યું કે આ વર્ષે પગાર-બોનસ બન્ને સાથે મળ્યા હોવાથી ખરીદીમાંકરંટ’ જોવા મળી રહ્યો છે.


મોબાઈલ માર્કેટ પાસેથી જાણવા મળેલી વિગતો પ્રમાણે ૧૦ હજારથી લઈ ૧.૫૦ લાખ સુધીના ૫૦૦૦થી વધુ મોબાઈલનું વેચાણ થયું છે. આ વર્ષની દિવાળીએ એપલ-સેમસંગના મોંઘાદાટ' ગણાતાં મોબાઈલ અંદાજે ૧૫૦૦થી વધુ વેચાયા છે. આ ઉપરાંત વીવો, ઓપ્પો, એમઆઈ સહિતની મધ્યમ રેન્જના મોબાઈલનું વેચાણ પણ નોંધપાત્ર રહેવા પામ્યું છે. મોટાભાગના લોકોએ આ વર્ષે રોકડથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખ્યો છે તો મોંઘા મોબાઈલની ખરીદી માટે લોકોએ ક્રેડિટ કાર્ડનો વપરાશ વધુ કર્યો છે કેમ કે તેનાથી કેશબેક (રોકડ વળતર) ઘણું બધું મળી રહ્યું હતું. આવી જ રીતે લોન પર લેનારા ખરીદારોની સંખ્યા પાછલા વર્ષો કરતા ઓછી રહેવા પામી છે. આવી જ રીતે ટીવી, ફ્રિઝ, વોશિંગ, મશીનનું વેચાણ પણ ઘણું બધું રહેવા પામ્યું છે. ખાસ કરીને ટીવીમાં સોની-એલજી, વોશિંગ મશીનમાં એલજી-વ્હર્લપુલ કંપનીની ખરીદી વધુ જોવાઈ છે. આવી જ રીતે ઓછા ભાવે વધુ ફિચર્સ ધરાવતાં ટીવીનું વેચાણ પણ નોંધપાત્ર રહ્યું હોવાનું માર્કેટ નિષ્ણાતોએ જણાવ્યું છે. એકંદરે ઈલેક્ટ્રોનિક માર્કેટ માટે આ વર્ષની દિવાળીસુપરહિટ’ નિવડી હોવાથી નાના-મોટા તમામ વેપારીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. રાજકોટનો એસ્ટ્રોન ચોક હવે મોબાઈલ માર્કેટ બની ગયો હોય અહીં અનોખો શણગાર કરવામાં આવ્યો છે તો ડી.જે.ની ધૂમથી અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે.

ઑનલાઈન માર્કેટની કોઈ અસર નથી: લોકો વસ્તુ જોઈને જ ખરીદવાનું કરે છે પસંદ
સ્થાનિક વિક્રેતાઓના જણાવ્યા પ્રમાણે પાછલા વર્ષે ઓનલાઈન માર્કેટની થોડી અસર જોવા મળી હતી પરંતુ આ વર્ષે કોઈ જ અસર વર્તાઈ રહી હોય તેવું લાગી રહ્યું નથી. વેપારીઓએ તર્ક સાથે જણાવ્યું કે ઓનલાઈન વસ્તુ ખરીદતી વખતે ગ્રાહકોને હાથમાં તે વસ્તુ જોવા મળતી હોતી નથી એટલા માટે ઘણી વખત છેતરાવાનો વારો આવતો હોવાથી લોકો તેનાથી બચવા માટે વસ્તુ જોઈને જ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે.

ડિઝિટલ વૉચ, ઈયર બર્ડસ, નેકબેન્ડ, હેન્ડસ-ફ્રી સહિતની એસેસરીઝનું વેચાણ ધૂમ
મોબાઈલની સાથે જ ડિઝિટલ વોચ, ઈયર બર્ડસ, નેકબેન્ડ, હેન્ડસ-ફ્રી સહિતની અવનવી એસેસરીઝનું વેચાણ પણ આ વર્ષે નોંધપાત્ર રહ્યું હોવાનો મત વેપારીઓ આપી રહ્યા છે. લોકો નવો મોબાઈલ ખરીદે એટલે તેની સાથે ટફન, નેકબેન્ડ, ઈયર બર્ડસ જરૂર ખરીદતા હોય તેનું વેચાણ પણ જોરદાર થયું છે.

૧૫થી લઈ ૫૦% ડિસ્કાઉન્ટ ! ખરીદી માટે સોનામાં સુગંધ ભળી
દર વર્ષની દિવાળીની જેમ આ વર્ષે પણ મોબાઈલ, ટીવી, ફ્રિઝ, વોશિંગ મશીનમાં ૧૫થી ૫૦% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું હોવાથી ખરીદીને વેગ મળ્યો છે સાથે સાથે ગ્રાહકો અને વેપારીઓ પણ સોનામાં સુગંધ ભળી ગયાનું માની રહ્યા છે.

Share Article

Other Articles

Previous

નૂહમાં ફરી કેવી રીતે અશાંતિ ફેલાઈ, શું થયું ? જુઓ

Next

વેદમાતા “ગાયત્રી ધામ મંદિર”માં હંસ અને કમળ પર બિરાજે છે “માં ગાયત્રી”

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
15 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
16 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
17 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
17 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

શું આપ જાણો છો? તલાકમાં પ્રકાર હોય છે..એ પણ એક – બે નહિ, જાણો સંપૂર્ણ વિગત
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કર્ણાટકઃ મંદિરમાં વીજવાયરથી કરંટ લાગતા નાસભાગ મચી, 20 શ્રદ્ધાળુ ગંભીર રીતે ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
હાર્ટએટેકના બનાવમાં ચિંતાજનક વધારો !! રાજકોટમાં વધુ બે લોકોના હૃદય રોગના હુમલાથી મોત
રાજકોટ
6 મહિના પહેલા
ન્યાયાધીશો યાત્રાળુ જેવા છે જે દરરોજ સેવાની પ્રતિબદ્ધતા સાથે કોર્ટમાં આવે છે
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર