તબીબી છાત્રોના મોબાઈલ અને ટેબલેટ ચોરી કરનાર તસ્કર પકડાયો
જલારામ સોસાયટીના એપાર્ટમેન્ટમાં થયેલી ચોરીનો ભેદ પણ ખૂલ્યો
જામનગર રોડ પર આવેલી મેડીકલ હોસ્ટેલમાં રહેતા ત્રણ તબીબીછાત્રોના ત્રણ મોબાઇલ,ટેબલેટ અને એક સ્માર્ટ વોચની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખી રીઢા તસ્કરમૂળ યુપીના કાનપુરના ઘાટમપુરના વતની રાજકોટમાં ભૂતખાના ચોક રોયલ કોમ્પલેક્ષમાં રહેતા વિવેક બિરેન્દ્રસિંગ ચૌહાણની પોલીસે જંકશન રેલ્વે સ્ટેશન સામેથી ધરપકડ કરી હતી.
પકડાયેલ વિવેકે ત્રણ મહિના પહેલા જલારામ સોસાયટી સુખસાગર એપાર્ટમેન્ટમાં આવેલા ચોકીનારના રૂમમાંથી પણ રોકડ-દાગીનાની ચોરી કર્યાનું કબુલ્યું છે. પી.જી. હોસ્ટેલમાં રહેતાં છાત્રોના ખુલ્લા રૂમોમાં પ્રવેશી મોબાઇલ, લેપટોપ ચોરી કરવાનીમોડેસ ઓપરેન્ડી ધરાવતા વિવેક સામે અગાઉ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન, માલવીયાનગર પોલીસ સ્ટેશન, એ-ડિવીઝન પોલીસ સ્ટેશન, થોરાળા અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીઓના ૧૭ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. પોલીસે રૂા. ૩૬૦૦૦નો મુદામાલ કબજે કર્યો હતો.