રાજકોટના મહિલાને પુત્રના સાઢુભાઈએ રૂ.35 લાખનો ધુંબો માર્યેા
ઊચું વળતર આપવાની લાલચ આપી રૂપીયા લઈ લીધા બાદ પરત ન આપ્યા
રાજકોટના સાયફેાકસ ટેકનેાલેાજી કંપનીમાં એમ.ડી. યુનિવર્સિટી રેાડ પર સંજય વટીકા શેરી નં.4 માં રહેતાં સુજાતાબેન રાજશેખરન નાયર સાથે તેના પુત્રના સાઢુભાઈ ચીખલીરહેતા પ્રિતેષ નાયરે વેપાર કરવાના બહાને રૂ.35 લાખની છીતરપિંડી કરતાં આ મામલે યુનિવર્સિટી પેાલીસ મથકે ફરીયાદ નોંધાઈછે.
સુજાતાબેનના મેાટા પુત્ર વિપીનરાજના સાઢુભાઇ પ્રતિશ નાયર જે પુના ખાતે વેપાર કરતા તેને ધંધામાં રેાકાણ સારૂ રૂપીયા 35 લાખની જરૂરત હેાય અને તમે રૂપિયા આપેા તેા તેનું સારું વળતર પણ આપશે તેવી લાલચ આપી હતી.પુત્રએમાતાને વાત કરેલ તે સમયે સુજાતાબેનની મિલકતનું વેચાણ થયું હેાય તેની આવેલી રકમમાંથી એચ.ડી.એફ.સીના એકાઉન્ટમાંથી એનઇએફટી મારફતે રૂપીયા 33 લાખ અને બાદમાં 2 લાખ એમ કુલ 35 લાખ પ્રતિશ નાયરના એકાઉન્ટમાં જમાં કરાવેલ હતા.
રૂપીયા જમાં કરાવ્યાના બે-ત્રણ માસ બાદ પ્રતિશ પાસે આપેલ રૂપીયા 35 લાખ પરત માંગ્તા તેઓ વાયદાઓ કરતા હેાય અને રૂપીયા પરત આપ્તા ન હેાય.જે બાબતે વેવાઇઅને પુત્રવધુ રશ્મી તેમજ સાઢુભાઈના પત્નિ સ્નેહાને અવાર-નવાર વાત કરી હતી. રૂપિયાની જરૂરીયાત હેાય અને તે પરત માંગતા બીજી તરફ આ મામલે પુત્રએ તેની પત્ની રશ્મીને તેના સાઢુભાઈને આપેલ રૂપીયા માંગતા તેને પસંદ ન આવતા તેણી પુત્રવધૂ પણ સુજાતાબેન અને પતિ સાથે ઝઘડેા કરી તેના પિયર પુના ખાતે રહેવા જતી રહેલ હતી. અંતે સુજાતાબેને યુનિવર્સિટી પેાલીસમાં ફરિયાદ નોંધાવતા પેાલીસે ગુનેા નોંધી વધું તપાસ હાથ ધરી હતી.