પીસ્તા-બદામ-અંજીરમાં ભેળસેળ ? ૫ સ્થળેથી ૧૦ નમૂના લેતી મનપા
અક્ષર માર્ગ પર એન.કાકુભાઈ ગાંધી, ચંદ્રેશનગર મેઈન રોડ પર શ્રીરામ વિજય ડ્રાયફ્રૂટસ સહિતને ત્યાં ચેકિંગ
રાજકોટમાં દર સપ્તાહે મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા અલગ-અલગ ખાદ્યપદાર્થના નમૂના લેવામાં આવી રહ્યા છે ત્યારે આ વખતે ડ્રાયફ્ૂટસનો `વારો’ કાઢવામાં આવ્યો છે ! ખાસ કરીને મોંઘાદાટ એવા ડ્રાયફ્ૂટસમાં પણ ભેળસેળ થઈ રહ્યાની આશંકાને પગલે પાંચ સ્થળેથી ૧૦ પ્રકારના નમૂના લઈને તેને પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
ફૂડ શાખા દ્વારા ચંદ્રેશનગર મેઈન રોડ પર શ્રીરામ વિજય ડ્રાયફ્રૂટસમાંથી યમીસ કેલિફોર્નિયા પિસ્તા તેમજ મુમતાઝ અંઝીર, અમીન માર્ગ પર બાલ્ધા ફૂડસ એન્ડ બેવરેજીસમાંથી સૈફા ખજૂર, રવીરત્ન પાર્ક મેઈન રોડ પર ઓરક્લે નટસ એન્ડ બેરીમાંથી બદામ-પીસ્તા, અક્ષર માર્ગ પર એન.કાકુભાઈ ગાંધીમાંથી અખરોટ તેમજ પીસ્તા અને પંચવટી મેઈન રોડ પર શ્રીજી ડ્રાયફ્રૂટમાંથી ખજૂર સહિતના નમૂના લેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત માયાણી ચોક-રાજનજર ચોક વિસ્તારમાં ક્રિષ્ના મારવાડી પાણીપૂરી, પ્રિન્સ સીંગ એન્ડ બેન્કરી, શ્રી હરિ ભોજનાલય, પટેલ ફાસ્ટફૂડ, બાલાજી પાન, બાલાજી ખમણ, રાધે ડેરી, ગાંધી સોડા, જલારામ દાળપકવાન, ડીલક્સ દાળ પકવાન, બાલાજી સાઉથ ઈન્ડિયનને ત્યાં ચેકિંગ કરવામાં આવતા કોઈ પાસે લાયસન્સ જ ન હોવાનું ખુલ્યું હતું !