વાવણી કરે તે પહેલાં બળદની જોડીને વીજળી ભરખી ગઈ
ધોરાજી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ અને વીજળીના કડાકા ભડાકા સાથે વીજળી પડવાની પણ ઘટના સામે આવી હતી.ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે ખેડૂતના બે બળદો પર વીજળી પડતા બંનેના મોત થયા હતા .મજેઠી ગામના ભીમજીભાઈ નારણભાઈ કોઠીવાર નામના ખેડૂતના બંને બળદો પાટણવાવ ખેતરે બાંધેલા હોય જેના પર વીજળી પડતા ઘટના સ્થળે બંનેના કરૂણ મોત નિપજ્યા હતા.બાજુમાં જ ભેંસ અને પાડી બાંધેલા હતા પણ તેનો આબાદ બચાવ થયો હતો.
પાટણવાવ વિસ્તારની કરાર નામની સીમમાં મહાદેવના મંદિર પાસે આ ઘટના બની હતી. બંને બળદોના મોત થતા ખેડૂતની હાલત કફોડી બની.અંદાજે 35000 ની કિંમત ના બે બળદ ના મોત થતા ખેડૂતને રડવાનો વારો આવ્યો છે. એક તરફ ગ્રામ્ય વિસ્તાર માં વાવણી લાયક વરસાદ ને લઈ ખેડૂતો માં ખુશી જોવા મળી હતી.તો બીજી તરફ ખેતર ખેડનાર બે બળદની જોડી પર વીજળી પડતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયો હતો