ગાંઠિયા, સેવ, પાપડી, ચવાણું, સક્કરપારાને ઝપટે લેતી મનપા
અલગ-અલગ ૨૫ દુકાનોમાંથી ફરસાણા નમૂના લેવાયા
દિવાળીના તહેવારને અનુલક્ષીને મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા મિઠાઈ બાદ હવે ફરસાણને ઝપટે લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી ૨૫ દુકાનોમાંથી ગાંઠિયા, સેવ, પાપડી, ચવાણું, સક્કરપારાના નમૂના લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
ફૂડ શાખાએ વિશ્વનગર મેઈન રોડ પર હરભોલે ફરસાણીમાંથી ભાવનગરી ગાંઠિયા, કેનાલ રોડ પર જોકર ગાંઠિયામાંથી ફાફડા ગાંઠિયા, યુનિ.રોડ પર જે.કે.ચોક પાસે ચામુંડા ફરસાણમાંથી સેવ, સરદારનગર મેઈન રોડ પર યોગી ફરસાણમાંથી ફાફડા ગાંઠિયા, બહુચર સ્વીટમાંથી તીખા ગાંઠિયા, ઢોરિયાનગર મેઈન રોડ પર જય સીયારામ ફરસાણમાંથી ફાફડા ગાંઠિયા, સરદારનગર મેઈન રોડ પર કૈલાશ ફરસાણમાંથી નાયલોન સેવ, ગાયત્રીનગર મેઈન રોડ પર જલિયાણ ફરસાણમાંથી ફાફડા ગાંઠિયા, સ્વામીનારાયણ ચોક પાસે હરિકૃષ્ણ બેકરીમાંથી બુંદી, ગુરુપ્રસાદ ચોક પાસે ભગવતી નમકીનમાંથી તીખી સેવ બુંદી, જલગંગા ચોક પાસે ગજાનંદ જોધપુર નમકીનમાંથી સક્કર પારા ઉપરાંત અન્ય દુકાનો પરથી ફુલવડી, ચવાણુ, પાપડી, પૌવાનો ચેવડો, કેળાની વેફર, ખારી બુંદી સહિતના નમૂના લીધા હતા.