રાજકોટની હત્યાના ગુનામાં પેરોલ ઉપર ત્રણ વર્ષ થી ફરાર શખ્સ જામનગરથી પકડાયો
ગુમ થયેલી યુવતીએ શોધવા ગયેલી મોરબી પોલીસને ફરાર આરોપી મળ્યો
રાજકોટના ભગવતી પરામાં થયેલી હત્યામાં જેલમાં રહેલા અને ત્રણ વર્ષ પૂર્વે પેરોલ ઉપર જેલ માંથી બહાર આવ્યા બાદ ત્રણ વર્ષથી ફરાર થયેલા રાજકોટનાચિરાગ ઉર્ફેચીનો મનોજભાઈ પરમારને મોરબી એડીવીઝન પોલીસે જામનગરના સિક્કા માંથી ઝડપી લઈજેલ હવાલે કરવા કાર્યવાહી હાથ ધરી છે
મોરબીની રીધ્ધીબેન ભરતભાઈ દોશી નામની યુવતી ગુમ હોય જે અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસમાં જાણ કરવામાં આવી હોય રીધ્ધીબેનજામનગરના સિક્કામાં હોય તેવી માહિતી મોરબી પોલીસને મળતા ગુમ થનાર નીતપાસમાં જામનગર સીકા ગયેલી મોરબી પોલીસને ગુમ થયેલ યુવતીતો ન મળી પરંતુ એક ત્યાંથી એક શખ્સ શકાસ્પદ રીતે મળ્યો જે રાજકોટ ભગવતીપરા શેરી નં ૦૩વાળો ચિરાગ ઉર્ફેચીનો મનોજભાઈ પરમાર હોવાનું જાણવા મળ્યું હતું મોરબી પોલીસે પોકેટ કોપથી સર્ચ કરતાઆરોપી ચિરાગ રાજકોટ શહેર બી ડીવીઝન પોલીસ મથકમાં હત્યાના ગુનામાં સંડોવાયેલ હોયઅને તેને ત્રણ વર્ષ પૂર્વે ગુજરાત હાઈકોર્ટ અમદાવાદથી વચગાળાના ૨૧ દિવસના જામીનમળ્યા બાદ ત્રણ વર્ષથી જેલમાં હાજર થયો નથી અને ફરાર થયો હોય ચિરાગ મનોજભાઈ પરમારને ઝડપી લઈનેરાજકોટ જીલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો છે
