રાજકોટમાં 400 વર્ષ જૂનું અનોખુ “કાચબા” મંદિર
બેડીનાકા પાસે સોમનાથ મહાદેવ મંદિરમાં જોવા મળે છે જીવિત કાચબા
રાજકોટમાં 400 વર્ષ જૂનું સોમનાથ મહાદેવ મંદિર આવેલું છે.જ્યાં જીવીત કાચબાના પણ દર્શન થાય છે. આ મંદિર રાજકોટના આજી નદીના કાઠે આવેલા બેડીનાકા પાસે ખડપીઠ રોડ પર આવેલું છે. અહિંયા પોણા ત્રણસો વર્ષથી કાચબા છે. માટે આ મંદિર “કાચબા” મંદિર તરીકે ઓળખાય છે.
અહી મંદિરમાં સોમનાથ મહાદેવ સ્વયં બહુ બિરાજે છે. આ અંગે મંદિરના પૂજારી કમલેશભાઈએ જણાવ્યું હતું કે, રાજકોટમાં બેડીનાકા ટાવર પાસે નદીના કાંઠે સોમનાથ મહાદેવ મંદિરની સ્થાપન જે-તે સમયે અહીંયા રાજાએ કરી હતી. આ મંદિર 400 વર્ષ જૂનું છે. પહેલા અહીં ગીરીબાપુ હતા અને તેની સમાધિ પણ મંદિરમાં આવેલી છે. તેઓએ જીવતી સમાધિ લીધી હતી અને સમાધિમાં 7 દિવસ સુધી જીવતા હતા. બાદમાં તેમના ચેલાએ મંદિરનું સંચાલન સંભાળ્યું અને વર્ષો બાદ અમારા વંશ પરંપરા મુજબ હાલ અમે મહાદેવની પૂજા-અર્ચના કરીએ છીએ. જ્યારે આ મંદિરમાં વર્ષો પહેલા પોણા ત્રણસો કાચબાઓ એક રૂમમાં હતા. હજી પણ કાચબાઓ મોટી સંખ્યામાં છે. આ મંદિરનું નામ સોમનાથ મહાદેવ રાખ્યું છે પણ મંદિર “કાચબા મંદિર” તરીકે જાણીતું છે. આજે પણ આ મંદિરમાં નાના-મોત 15 જેટલા કાચબા છે.
પૂજારીએ જણાવ્યું હતું કે, રોજ મોટી સંખ્યામાં ભક્તો અહીં મહાદેવની પૂજા કરવા આવે છે. સવારે સાડા છ વાગ્યાનો અને સાંજે સાડા છ વાગ્યાનો આરતીનો સમય છે. અહી શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો મહાદેવન દર્શનાર્થે આવે છે. આ મંદિરની વિશેષતા એ છે વર્ષો પહેલા જે રીતે આ મંદિર બનાવવામાં આવ્યું હતું તે જ સ્થિતિમાં આજે પણ આ મંદિર જોવા મળે છે. આસપાસના મકાનો આજન આધુનિક યુગ પ્રમાણે નવા બન્યા છે પરંતુ મંદિર હજુ પણ વર્ષો પહેલ જે સ્થિતિમાં હતું તે જ સ્થિતિમાં આજે પણ જોવા મળે છે.
મહાદેવના મંદિરમાં કાચબાનું મહત્વ
ભગવાન શંકરે પોઠિયા (નંદી)ની જેમ કાચબાને પણ મંદિરમાં સ્થાન આપેલું છે. પૂજારી કહે છે કે, જ્યારે શિવજી તપ કરવા ગયા ત્યારે તેમણે કહ્યું કે હું તાપમાં જાવ છું પરંતુ તેનું સાક્ષી કોણ? ત્યારે કાચબો અને નંદી ત્યાં હજાર હતા અને તેઓ ભગવાન શિવના તપના સાક્ષી બન્યા. ત્યારથી જ શિવજીના મંદિરમાં નંદી અને કાચબાને પણ સ્થાન આપવમાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
કેમ પડ્યું કાચબા મંદિર નામ?
રાજકોટ માં આજી નદીના કાંઠે આવેલા બેડીનાકા પાસે ખડપીઠ રોડ પર આવેલા પોણા ચારસો વર્ષ જૂના સોમનાથ મહાદેવના મંદિરમાં જીવિત કાચબા જોવા મળે છે. મંદિરમાં સ્થાપના થઇ ત્યારથી અહીંયા કાચબા છે. શરૂમાં કોઇ કાચબાની એકી જોડી મૂકી ગયું હતું. તેમાંથી કાચબાની સંખ્યા વધતી ગઇ. મુખ્યત્વે ધૂળિયામાં કાચબા તરીકે આ ઓળખાતા આ કાચબા મહાદેવનું પ્રતિક હોય તેને જ મંદિરમાં સ્થાન આપવામાં આવ્યું, બાદમાં આજે આ મંદિર કાચબા મંદિર કે કાચબાની જગ્યા તરીકે ઓળખાવા લાગ્યું.