ધોરાજીમાં ગેસની પાઇપલાઇન લીકેજ થતા ઘરમાં આગ લાગી : 80 વર્ષના મહિલાનું મોત
બહારપુરા વિસ્તારની ઘટના : એક ને ઈજા
ધોરાજી ના બહાર પૂરા વિસ્તાર માં રહેતા યાસીનભાઈ ગરાણા ના રહેણાક મકાનમાં કોઈ અગમ્ય કારણોસર એલપીજી ગેસ સિલિન્ડરની નળી લીકેજ થતા આગ લાગતા 80 વર્ષના વૃદ્ધ મહિલા રહેમત બેન ગરાણા અને મહિલા ને બચાવવા જતા તેમના પુત્રને ઈજા પહોંચી હતી અને બે મહિલા બચી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજી ના બહાર પૂરા વિસ્તાર માં આવેલ ખલીફા રોડ પર આવેલ રહેણાક વિસ્તારમાં રહેતા યાસીનભાઈ ગરાણા ના મકાનમાં આજરોજ બપોરે રસોઈ કરતા મહિલા મરિયમબેન ગેસના ચૂલા ઉપર રસોઈ કરતા હતા ત્યારે કોઈ અગમ્ય કારણોસર અચાનક જ આગ લાગી જતા થોડી ક્ષણોમાં સમગ્ર આગ આખા ઘરમાં લપેટાઈ ગઈ હતી અને તેમના પુત્રી તાત્કાલિક સીડી ઉપરથી ઉપલા માળે જતા રહ્યા હતા જ્યારે 80 વર્ષના વૃદ્ધ મહિલા રહેમતબેન અબુભાઈ ગરાણા ઉંમર વર્ષ 80 તે આગમાં લપેટાઈ જતા તેને બચાવવા માટે તેમનો પુત્ર યાસીનભાઈ તાત્કાલિક દોડતા પરંતુ તેને બચાવી શકેલ નહીં અને તેઓ પણ તાત્કાલિક ઘરની બહાર નીકળી ગયેલ પણ આગમાં તેમને પણ ઇજા થઈ હતી આગ ની લપેટમાં 80 વર્ષના વૃદ્ધ મહિલા નું ઘટના સ્થળે જ મોત નિપજેલ હતું.
ઉપરોક્ત બનાવ ના અનુસંધાને આ વિસ્તારના મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને બચાવ કામગીરીમાં લાગી ગયા હતા અને ધોરાજી નગરપાલિકા ફાયર ફાઈટર વિભાગે પણ તાત્કાલિક કાર્યવાહી કરતા મોટી જાનહાની બચી હતી.
ઉપરોક્ત બનાવની જાણ ધોરાજી ના મામલતદાર જોશી ચીફ ઓફિસર અને પોલીસ સ્ટાફ ને થતા તેઓ તાત્કાલિક ઘટતા કડે દોડી ગયા હતા અને બનાવની તપાસ હાથ ધરી હતી.
મહિલા ના મૃતદેહ ને પી એમ અર્થે ધોરાજી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવેલ ઉપરોક્ત બનાવવા અંગે ધોરાજી પોલીસ તપાસ હાથ ધરી રહી છે