લોકસભા ચૂંટણી અન્વયે 65 લાખની ગ્રાન્ટ ફાળવાઈ
હજુ મંડપ, વીડિયોગ્રાફી-ફોટોગ્રાફી સહિતના અનેક ચુકવણા બાકી
રાજકોટ : લોકસભા ચૂંટણી સંપન્ન થયા બાદ બે મહિનાનો સમય વીતવા છતાં હજુ સુધી ચૂંટણીખર્ચના મોટા ખર્ચના ચુકવણા બાકી છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા રાજકોટ બેઠક માટે 65 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવતા નાના નાના ખર્ચના હિસાબોના ચુકવણા શરૂ કરી દેવાયા છે, જો કે, હજુ મંડપ, વીડિયોગ્રાફી-ફોટોગ્રાફી સહિતના અનેક ચુકવણા બાકી હોય ગ્રાન્ટની રાહ જોવાઈ રહી છે.
લોકસભા ચૂંટણી સંપન્ન થયા બાદ પ્રથમ તબક્કે ચૂંટણી ફરજ ઉપરના કર્મચારીઓને મહેનતાણા ચુકવવામાં આવ્યા બાદ ચૂંટણી ખર્ચને લગતા કરોડો રૂપિયાના ચુકવણા હજુ બાકી છે તેવામાં ચૂંટણીપંચ દ્વારા 65 લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતા ચૂંટણી શાખા દ્વારા નાના નાના ખર્ચના હિસાબોના ચુકવણા શરૂ કરવામાં આવ્યા છે, જો કે, મંડપ, વીડિયોગ્રાફી-ફોટોગ્રાફી સહિતના અનેક ચુકવણા બાકી છે ત્યારે ચૂંટણીપંચ ગ્રાન્ટ ફાળવે તેની રાહ જોવાઈ રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.