રાજકોટ જિલ્લામાં તરખાટ મચાવનાર તસ્કર ટોળકી પકડાઈ
ગ્રામ્ય એલસીબીએ મધ્યપ્રદેશથી ત્રણ શખ્સોને દબોચી લીધા
રાજકોટ જિલ્લાના ઉપલેટા, ધોરાજી, ભાયાવદર તથા આસપાસના વિસ્તારોમાંઘરફોડ ચોરી કરનાર આંતરરાજય ગેંગના ત્રણ સાગરીતોને રૂરલ એલસીબીની ટીમે મધ્યપ્રદેશથી ઝડપી લીધા હતા.
ધોરાજી, ઉપલેટા, ભાયાવદર વિસ્તારમાં ઘરફોડ ચોરી કરતી ગેંગના બે આરોપીઓને અગાઉ ઝડપી લીધા હતા જ્યારે આ ટોળકીના ત્રણઆરોપીઓ મધ્ય પ્રદેશ ભાગી ગયા હોય ચોરી કરતી ગેંગનાઆરોપીઓને ઝડપી લેવા રાજકોટ એલસીબી અને ઉપલેટા પોલીસે દીલીપ ઉર્ફે ભાયા રતનસીંગ માવડા, સુકરામ રેમસીંગ મહેડા, અંબારામ ઉર્ફે ગડુ જામસીંગસીંગરને મધ્ય પ્રદેશથીપકડી લીધા હતા.
રાજકોટ રેન્જના આઇજી અશોક કુમાર યાદવ તથા રાજકોટ જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડની સૂચનાથી એલસીબીના પી. આઈ વી. વી. ઓડેદરા, પીએસઆઇ ડી. જી.બડવા, પીએસઆઈ એચ. સી. ગોહિલ ઉપલેટાના પી. આઈ કે. કે.જાડેજા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.