ચાંદીના સિક્કા દાટ્યાની લાલચ આપી સૌરાષ્ટ્રભરમાં છેતરપિંડી કરતી ટોળકી પકડાઈ
રાજકોટ,જેતપુર,તળાજા,વીરપુર અને જુનાગઢ માંથી ૧૬.૬૦ લાખ રૂપિયા પડાવ્યાની કબુલાત
રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં ચાંદીના સિક્કા દાટ્યા હોવાની વાત કરીને રૂ.૧૬.૬૦ લાખની છેતરપીંડી કરનાર ટોળકીના બે સભ્યોને જૂનાગઢ પોલીસે ઝડપી લઈને પૂછતાછ આ કરતા આ ટોળકીએ અત્યાર સુધીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે ચાંદીના સિક્કા બતાવીને ૧૬ લાખથી વધુ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.
જુનાગઢના દોલતપરામાં રહેતા ગોવિંદ દેવા રાઠોડ અને મોહન ગંગારામ વાઘેલાને ઝડપી લઈને પોલીસે તપાસ કરતા બની શખ્સો ઉપરાંત ઈશ્વર ગંગારામ વાઘેલા, રાધા દેવા રાઠોડ, ભીમા રાઠોડ, શૈલેશ રતિલાલ વાઘેલા સાથે મળીને સૌરાષ્ટ્રમાં અનેક લોકોને ચાંદીના સિક્કા દાટ્યા હોવાની વાત કરીને રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું હતું જેમાં ૬ માસ પહેલા રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે એક યુવાન પાસેથી ૮૦ હજાર તેમજ તળાજામાં યુવાન પાસેથી ૩૦ હજાર પડાવ્યા હોવાનું કબુલ્યું હતું.
ઉપરાંત એક મહિના પહેલા જેતપુર નગરપાલિકા ઓફીસ પાસે ઉનાના એક યુવાનને ચાંદીનો સિક્કો બતાવી ૧૧ લાખ પડાવી લીધા હતાં, જયારે દોઢ માસ પહેલા વિરપુરમાં એક મહિલાને સિક્કો બતાવી ૪ લાખ પડાવી લીધા હતા. તાજેતરમાં જેતપુરના દંપતીને જૂનાગઢ મળવા બોલાવી ગિરનારમાં ૯ કિલો ચાંદીના સિક્કા દાટ્યા હોવાનું કહીને એક સિક્કો બતાવી ૫૦ હજાર રૂપિયા લઈને બાદમાં ભાગી ગયાના હતા. રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં આવા અનેક કિસ્સા બન્યા હોય જે અંગે બી ડિવીઝન પોલીસમાં ગુન્હો નોંધાયો હતો.જૂનાગઢ એલસીબીના સ્ટાફે બન્ને શખ્સોને સકંજા માં લઇ તપાસ કરતા ભેદ ખુલ્યા હતા.
