રાજકોટ સહિત ગુજરાતમાં ૧૪ વેપારી સાથે છેતરપીંડી કરનાર ટોળકી પકડાઈ
વેપારીને લાલચ આપી માલ મંગાવી સસ્તા ભાવે વેચી નાખતા
રાજકોટ પોલીસે મહારાષ્ટ્રના શાકભાજીના વેપારી સહીત ગુજરાતના ૧૪ વેપારી સાથે ખોટું નામ ધારણ કરી છેતરપીંડી કરનાર ટોળકીના બે સાગ્રીતોને પકડી તપાસ કરતા બરોડાના એક શખ્સનું નામ ખુલ્યું છે જેની ધરપકડ માટે ક્રાઈમ બ્રાંચે તેની શોધખોળ શરુ કરી છે.
મહારાષ્ટ્રના શાકિ ગામમાં રહેતાં અને સાંઈરામ ટ્રેડીંગ નામથી શાકભાજીનો વેપાર કરતા નિર્મળભાઈને રાજકોટના જૂના માર્કેટીંગયાર્ડમાં ગાયત્રી વેજીટેબલ નામની પેઢી કરતા વેપારીને ફોન ઉપર સંપર્ક કરી રાજકોટ માર્કેટીંગ યાર્ડના વેપારી ભાવેશભાઈ પટેલના નામે રૂ.૧.૮૦ લાખની કીમતના લીલા વટાણા મંગાવી ટ્રક ચાલક જૂના માર્કેટીંગ યાર્ડે પહોંચતા એક શખ્સ પોતે ભાવેશનો માણસ હોવાનું જણાવી માલ ગંગા ટ્રેડીંગ નામની પેઢી ખાતે ઉતરાવી દીધો હતો.
અને રૂ.6 હજારનું ભાડું ચૂકવી દીધું હતું અને છેતરપિંડી કરવામાં આવી હતી. નિર્મળભાઈ ફરીયાદ પરથી ક્રાઈમ બ્રાંચે ભરૂચના જમાલુદિન ઉર્ફે જમાલ હસનભાઈ માધુ અને આદીલ ઈસ્માઈલભાઈ કોઠીયાની સંડોવણી હોવાનું ખુલતા તેને ઉઠાવી લઈ પુછતાછ કરતા છેતરપીડીમાં વધુ એક વડોદરાનો ઈનાયત જહુરશા દીવાન પણ સાથે હોવાનું જણાવ્યું હતું. આ ત્રિપુટીએ અલગ-અલગનામે મહારાષ્ટ્રના વેપારીઓને ફોન કરી વધુ પૈસા આપવાની લાલચ આપી માલ મંગાવી સસ્તા ભાવે વેચી નાખતા હોવાનુ તેમજ અને તેને રાજકોટ સહીત ગુજરાતભરના ૧૪ જેટલા વેપારી સાથે ઠગાઈ કર્યાનુ કબુલ્યું હતું. ક્રાઈમ બ્રાંચે આ મામલે વધુ તપાસ શરુ કતી હતી.