Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

જાગો લેઉવા પટેલ જાગો…ની અપીલ સાથેની પત્રિકાથી નવો જ વિવાદ

Thu, May 2 2024

રાજકોટમાં લેઉવા-કડવા પટેલ વચ્ચે વૈમનસ્ય ઉભું કરવાના બદઈરાદો

ભાજપના નેતાઓ પોલીસ કમિશનર પાસે દોડી ગયા અને આવી પત્રિકા પ્રસિદ્ધ કરનાર સામે પગલાં લેવા કરેલી રજૂઆત
પત્રિકામાં રાજકોટની સીટને ફરી પાછી લેઉવા પટેલની પરંપરાગત સીટ બનાવવા અપીલ
ભાજપના ઉમેદવારે લેઉવા પટેલને ગોધરીયા' અને કેશુભાઈનેભાદરવાના ભીંડા’ કહ્યા હતા તેવો ઉલ્લેખ

રાજકોટ સહિત ગુજરાતની ૨૬ લોકસભા બેઠક ઉપર મંગળવારે મતદાન થવાનું છે. ભાજપ-કોંગ્રેસ દ્વારા છેલ્લી ઘડી સુધી પ્રચાર-પ્રસાર માટે તાકાત લગાવાઈ રહી છે. રાજકોટ બેઠક ઉપર ક્ષત્રિય સમાજનો વિરોધ ચાલી રહ્યો છે ત્યારે હવે બળતામાં પત્રિકારૂપી ઘી હોમાયું છે. અહીં ભાજપ તરફથી કડવા પટેલ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને ઉતારવામાં આવ્યા છે તો કોંગ્રેસ દ્વારા લેઉવા પટેલ ઉમેદવાર પરેશ ધાનાણીને ઉતારીને જંગ રોમાંચક બનાવી દેવાયો છે. આ બધાની વચ્ચે હવે લેઉવા-કડવા પટેલ વચ્ચે વૈમનસ્ય ઉભું થાય તેવી પત્રિકા આગની જેમ વાયરલ થવા લાગતાં મોટો વિવાદ શરૂ થઈ ગયો છે જેને પગલે ભાજપ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરી પત્રિકા બનાવી વાયરલ કરનાર સામે આકરાં પગલાં લેવા રજૂઆત કરવામાં આવી છે.

શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, વરિષ્ઠ ધારાશાસ્ત્રી અનિલભાઈ દેસાઈ, સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવ સહિતના મારતી મોટરે પોલીસ કમિશનર કચેરીએ દોડી ગયા હતા અને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને રજૂઆત કરીને જણાવ્યું હતું કે સોશ્યલ મીડિયા તેમજ વોટસએપ ગ્રુપમાં કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ તેના મળતિયાઓ દ્વારા કાવતરું ઘડી બદઈરાદાથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને હાની પહોંચાડવા તેમજ પરેશ ધાનાણીના સપોર્ટમાં સહાનુભૂતિ ઉભી કરવાના ઈરાદાથી એક નનામી પત્રિકા તૈયાર કરાવી તેમાં `જાગો લેઉવા પટેલ જાગો’ સહિતનું લખાણ વાયરલ કરાવ્યું છે જે ચૂંટણીના તંદુરસ્ત માહોલને હાનિકર્તા છે.


પત્રિકામાં લખવામાં આવ્યું છે કે ” આ વખતે રાજકોટની સીટ ઉપર આપણા લેઉવા પટેલના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી લડી રહ્યા છે તો શું આપણા ઉમેદવારને કડવા પટેલ સમાજ સપોર્ટ કરશે ખરા ? ખાતરી છે કે નહીં જ કરે તો જાગો લેઉવા પટેલો અને પરેશભાઈ ધાનાણીને સપોર્ટ કરો.”


આ સહિતનું વિસ્તૃત લખાણ લખવામાં આવ્યું છે જેથી આ પત્રિકા કોમ્પ્યુટરમાં તૈયાર કરનાર, કરાવનાર તેમજ સોશ્યલ મીડિયામાં અપલોડ કરનાર, વાયરલ કરનાર, કરાવનાર તેમજ તેની નીચે સોશ્યલ મીડિયામાં અભદ્ર કોમેન્ટ કરનાર લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જરૂરી બની જાય છે.

શું શું લખાયું છે પત્રિકામાં ?

  • ભાજપ ઉમેદવાર જે સમાજના છે તે લોકો એવું અભિમાન કરે છે કે આપણે સામાજિક તેમજ રાજકીય રીતે સંગઠિત રહેવામાં તેમનાથી પચાસ વર્ષ પાછળ છીએ
  • જ્યારે લેઉવા પટેલ સમાજના મતની જરૂર હોય ત્યારે લેઉવા-કડવા એક છીએ તેવી વાતો કરતા આ લોકો ભૂતકાળમાં આપણને નાથદ્વારા સમાજમાં રૂમ પણ આપતા નહીં
  • બે દાયકા પછી રાજકોટ બેઠક ઉપર લેઉવા પટેલ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે એટલા માટે ફરી આ બેઠકને લેઉવા પટેલની પરંપરાગત સીટ બનાવીયે
  • ભાજપના ઉમેદવાર પ્રદેશ પ્રમુખ હતા ત્યારે એમણે જૂનાગઢમાં ભાજપના જ એક કાર્યક્રમમાં લેઉવા પટેલને ગોધરીયા કહ્યા હતા
  • ૨૦૧૨માં લેઉવા પટેલ સમાજના હૃદય સમ્રાટ કેશુભાઈ પટેલને ભાદરવાનો ભીંડો કહી અપમાનિત કર્યા હતા
  • ૨૦૧૫માં પાટીદાર આંદોલન વખતે પટેલોને ઘરમાંથી કાઢી કાઢીને માર્યા હતા તેનો સૌથી વધુ ભોગ લેઉવા પટેલ સમાજ બન્યો છે

Share Article

Other Articles

Previous

આજે કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેની રાજકોટમાં જાહેરસભા

Next

દેશના વિકાસમાં ક્ષત્રિયોના બલિદાનને ભૂલી શકાય નહીં : મોદી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
રાજકોટની 16 વર્ષીય સગીરાનું અપહરણ કરી નરાધમે ગોવામાં આચર્યું દુષ્કર્મ : ઇન્સ્ટા પર પ્રેમજાળમાં ફસાવી 1 મહિનો હોટલમાં રાખી
1 કલાક પહેલા
મારા પિતાએ પોલીસને બહુ ખવડાવ્યુ છે, એ લોકો અમને સલામ ભરે છે!  એસ્ટેટ બ્રોકરને પાડોશીઓનો અનહદ ત્રાસ
2 કલાક પહેલા
chess world cup 2025 : ભારતમાં રમાશે ચેસ વર્લ્ડકપ : વિશ્વનો નંબર 1 ખેલાડી મૈગ્નસ કાર્લસન સહિત 206 ખેલાડી ભાગ લેશે
2 કલાક પહેલા
IND Vs ENG વચ્ચે આજથી ચોથી ટેસ્ટ શરૂ થશે : ભારત સિરીઝ બચાવવા તો ઇંગ્લેન્ડ જીતવા મેદાનમાં ઉતરશે
3 કલાક પહેલા
Categories

નેશનલ

2280 Posts

Related Posts

મમતા બેનર્જી નીતિ આયોગની બેઠક છોડીને બહાર નીકળી ગયા : માઈક બંધ કરવાનો લગાવ્યો આરોપ
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
ભારત અને પાકિસ્તાનને સૈન્ય સંઘર્ષથી દૂર રહેવા સંયુક્ત રાષ્ટ્રની સલાહ
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
નિવૃત્ત જજે આરએસએસ અંગે શું કહ્યું ? વાંચો
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
મરઘા ઉછેર કેન્દ્ર શરૂ ન કરતા જમીન ખાલસા કરતા આસિસ્ટન્ટ કલેકટર
ગુજરાત
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર