જસદણમાં પાંચ વર્ષની બાળકીને પિતરાઈ ભાઈએ અડપલા કર્યા
ઘર પાસે પિતરાઈ બહેનના ઘરે રમવા ગઈ ત્યારે બનેલો બનાવ..પેટા
જસદણમાં ઘર પાસે પાંચ વર્ષની બાળકીને રૂમમાં પુરી પિતરાઈ ભાઈએ અડપલા કર્યાનો બનાવ બનતા આ મામલે પોલીસે પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી અડપલા કરનારને ઝડપી લેવા તપાસ શરુ કરી છે.
જસદણમાં રહેતા એક પરિવારની પાંચ વર્ષની માસુમ બાળકી પોતાના ઘર સામે જ રહેતી પિતરાઈ બહેનના ઘેર અવાર નવાર રમવા જતી હતી અને પિતરાઈ બહેન ઘરે નહીં હોવાની માસુમ બાળકીને ખબર ન હોવાથી રમવા માટે ગઈ હતી ત્યારે પિતરાઈ ભાઈની દાનત બગડતા બહેન સાથે ઘરે રમવા આવેલી પાંચ વર્ષની પિતરાઈ બહેનને રૂમમાં પૂરી અડપલા કર્યા હતા. ભોગ બનનાર બાળકીએ આ બાબતે પોતાની માતાને આપવીતી વર્ણવી હતી અને બાળકીની માતાએ જસદણ પોલીસ મથકમાં બાળકી સાથે શારીરિક અડપલાં કરનાર સામે ફરિયાદ નોંધાવી હતી.
