રાજકોટના 1,00,000 લાખ કરદાતાઓને ઇન્કમટેક્સએ આપી નવા વર્ષની ભેટ: ડિમાન્ડ નોટીસમાંથી છુટકારો
નાણાકીય વર્ષ 2023-24માં યુટીલીટી અપડેટ કરીને 87 A હેઠળ શેરબજારના રોકાણકારોએ રડારમાં લઇ નોટિસ ફટકારી હતી: બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને લઈને યુટીલિટી સોફ્ટવેરમાં ફેરફાર કરતાં મળી સેંકડો કરદાતાઓને મોટી રાહત
નવા વર્ષની શરૂઆત સાથે રાજકોટના આશરે એક લાખ મળી રાજ્યના લાખો કરદાતાઓ માટે આવકવેરા વિભાગે મોટી રાહત આપી છે. જેમાં નાણાકીય વર્ષ 2023-24 માટે કલમ 87 એ ટેક્સ રિબેટનો દાવો કરવાની મંજુરી આપવા માટે આવકવેરા વિભાગ આઈટીઆર ફોર્મમાં સુધારો કરશે.આ ફેરફારના લીધે શેરબજારમાં કમાણી કરનારાઓને આવકવેરા વિભાગે નોટિસ આપી હતી.આ કિસ્સામાં હવે યુટીલીટી અપડેટ કરતાં કરદાતાઓને નોટીસમાંથી મુક્તિ મળશે.
આ અંગેની મળતી વિગત અનુસાર એપ્રિલમાં યુટીલીટી જાહેર કર્યા બાદ મોટા ભાગના કરદાતાઓએ રિટર્ન ફાઇલ કર્યું હતું. ત્યારબાદ જુલાઈ મહિનામાં આ યુટીલીટી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા બદલાવામાં આવી હતી. આ અંગેનો એક કેસ બોમ્બે હાઈકોર્ટમાં ચાલી જતા જેમાં કરદાતાની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો છે, આ ચુકાદાની અસર રાજકોટ સહિત રાજ્યભરના કરદાતાઓને મળશે.
સી.એ.ના જણાવ્યા અનુસાર કરદાતાઓને યુટીલીટી અથવા ઓનલાઈન વેબ આધારિત આઈ.ટી.આર ફાઈલીંગ સુવિધા દ્વારા સુધારેલ અથવા તો વિલંબિત રિટર્ન ફાઇલ કરીને 87 એ હેઠળ ટેક્સ રીબેટનો દાવો કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, યુટીલિટીને અપડેટ કર્યા બાદ શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ કે પછી આઇપીઓમાં જેમને રોકાણ કર્યું હોય તેવા અસંખ્ય કરદાતાઓને આવકવેરા વિભાગે નોટિસ ફટકારી હતી.