દલિત યુવાનને પગારને બદલે મોઢામાં પગરખું લેવડાવ્યું
મોરબીની માથાભારે યુવતી સહિત ૬ સામે ગુનો નોંધાયો
ટાઈલ્સ માર્કેટિંગનું કામ કરતા દલિત યુવાન ઉપર અત્યાચાર
મોરબીમા પોતાને રાણીબા તરીકે ઓળખાવતી યુવતીએ પોતાને ત્યા માર્કેટિગ માટે કામે રાખેલા યુવાનને ૧૬ દિવસનો પગાર ન ચૂકવતા આ યુવાને પગાર માગતા રાણીબા અને તેના ભાઈ સહિતની ટોળકીએ દલિત યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરી ચામડાના પટ્ટા વડે ઢોર માર મારી રાણીબાએ પોતાનુ પગરખું યુવાનના મોઢામાં લેવડાવી માફી માગતો વીડિયો ઉતારી લેતા આ ચોંકાવનારા બનાવ અગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ ગાધી સોસાયટીમા રહેતા નિલેશભાઈ કિશોરભાઈ દલસાણીયા (ઉ.વ.૨૧) નામના યુવાને આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત, ડી.ડી.રબારી તથા અન્ય અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસમા ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમા જણાવ્યા મુજબ નિલેશભાઈ તા.૨ ઓક્ટોબરના રોજ રવાપર ચોકડી પાસે કેપિટલ માર્કેટના ચોથામાળે આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમા એક્સપોર્ટ વિભાગમા માર્કેટિગની નોકરીએ રહ્યો હતો, બાદમા તા.૧૮ના રોજ નિલેશભાઈને નોકરીએ આવવાની ના પાડવામા આવી હતી. બીજી તરફ રેગ્યુલર ઓફિસના કર્મચારીઓને દર મહિનાની પાચ તારીખે પગાર થઇ જતો હોય પરતુ નિલેશભાઈનો પગાર તેમના ખાતામાં ન આવતા તા.૬ નવેમ્બરના રોજ નિલેશભાઈએ આરોપી વિભૂતિ પટેલને ફોન કરીને પગાર માટે પૂછતાં વિભૂતિએ ઓફિસમા જોઈને કહુ તેવો જવાબ આપ્યો હતો.
બાદમા નિલેશભાઈએ વિભૂતિ પટેલના ભાઈ ઓમ સાથે પગાર બાબતે વાત કરતા તેઓએ કહ્યુ હતુ કે હુ બે ત્રણ દિવસ બહાર છુ પરત આવુ એટલે કેપિટલ માર્કેટની ઓફિસે પગાર લેવા બોલાવિશ તેવુ કહેતા નિલેશભાઈ તેમના ભાઈ મેહુલ અને પાડોશી ભાવેશ સાથે ત્યા ઓફિસે જતા ડી.ડી. રબારીએ નિલેશભાઈ સાથે રહેલા ભાવેશને ફડાકો મારી ત્યાથી નીકળી જવાનુ કહી આરોપી ઓમ પ્રકાશ, આરોપી રાજ પટેલ અને ઓફિસનો મેનેજર પરીક્ષિત સહિતના લોકોએ નિલેશભાઈના વાળ પકડીને મોઢા ઉપર ફડાકા મારી ઓફિસની છત ઉપર લઇ ગયા હતા. જ્યા નિલેષભાઈને આરોપી રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત દ્વારા કમર પટ્ટા વડે તથા ઢીકાપાટુનો મૂંઢ માર મારી નિલેશભાઈને આરોપી વિભૂતિ પટેલે પોતાનુ ચપ્પલ મોઢામાં લેવડાવી જાતિ પ્રત્યે અપમાનિત કરી તમારા જેવા લોકોને કામે કોણ રાખે તેવુ કહી આરોપી રાજ પટેલે બળજબરીપૂર્વક માફી માગતો અને બીજો ખડણી ઉઘરાવતો હોવાનુ જણાવતો વીડિયો ઉતારી નિલેશભાઈને જેમફવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડાયો છે તેમજ રાણીબા સહિતના ટોળકી સામે મોરબી સીટી એ-ડિવિઝનમાં એટ્રોસિટી એકટની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
વિવાદાસ્પદ વિભૂતિ ઉર્ફે રાણીબા સામે અગાઉ બે ગુના નોંધાયેલા છે
મોરબીમાં બનેલા દલિત યુવાન સાથેના બનાવના ઘેરા પડઘા પડયા છે. આ મામલે આગામી દિવસોમાં દલિત સમૂદાય દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે બીજી તરફ આ કૃત્યમાં જેનું નામ ચર્ચામાં છે તેવી વિભૂતિ ઉર્ફે રાણીબા તરીકે ઓળખાતી મોરબીની આ વિવાદાસ્પદ યુવતી સામે અગાઉ પણ બે ગુના નોંધાયેલા છે. તેની સાથેના જે શખસોના નામ આપેલા છે તેમાં ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત તેમજ ડી.ડી. રબારી સહિતની ટોળકીના સભ્યો આ ઘટના બાદ ગુનો નોંધાયા પછી ભૂગર્ભમાં ઉતરી જતાં તેની પોલીસે શોધખોળ શરૂ કરી છે.