રાજકોટના કોંગ્રેસી અગ્રણી ગેસના બાટલા સાથે પહોંચ્યા મતદાન કરવા
લોકસભા ચૂંટણી 2024 માટે આજે ગુજરાતની 25 સીટ પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જ્યારે સુરત સીટ બિનહરિફ થઈ જતા ભાજપને ફાળે ગઈ છે. આમ હવે 25 સીટ પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જંગ જામ્યો છે. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો તેમજ નેતાઓ અને અગ્રણીઓ મતદાન કરવા પહોંચી રહ્યા છે ત્યારે રાજકોટના કોંગ્રેસી અગ્રણી ગેસના બાટલા સાથે મતદાન કરવા પહોંચતા આશ્ચર્ય સર્જાયું હતું
રાજકોટ લોકસભાની બેઠક સૌથી ચર્ચિત બેઠકોમાની એક બેઠક છે. પરશોતમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો ત્યારે આજે મતદાનના દિવસે રાજકોટના માલધારી ગેસના બાટલા સાથે બુથ પર પહોંચ્યા હતા ને કોંગ્રેસી અગ્રણી રણજીતભાઈ મૂંધવા ગેસના બાટલા સાથે મતદાન કરવા પહોંચતા આશ્ચર્ય સર્જાયું હતું.
રાજકોટ લોકસભા બેઠકમાં 11 વાગ્યા સુધીમાં મતદાન
રાજકોટ લોકસભા બેઠકમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયા બાદ 11 વાગ્યા સુધીમાં ટંકારા બેઠકમાં 29.43 ટકા, વાંકાનેર બેઠકમાં 28.16 ટકા, રાજકોટ પૂર્વમાં 22.51, રાજકોટ પશ્ચિમ 22.48, રાજકોટ દક્ષિણમાં 22.34, રાજકોટ ગ્રામ્ય 24.87 અને જસદણ બેઠકમાં 22.74 ટકા મતદાન થયું હતું.