જસદણ નજીકથી રૂ.1.37 લાખના દારૂ-બીયર ભરેલી કાર પકડાઈ
એલસીબીએ ફિલ્મી ઢબે પીછો કરી કાર આંતરી: એકની ધરપકડ: બેની શોધખોળ
રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ફિલ્મી ઢબે પીછો કરી જસદણના શિવરાજપુર પાસેથી રૂ.1.37 લાખના દારૂ-બીયર ભરેલી કાર સાથે એકની ધરપકડ કરી રૂ.4.52 લાખના મુદ્દામાલ કબજે કરી નાસી છુટેલા કારચાલક અને સપ્લાયરની શોધખોળ હાથ ધરી હતી.
જસદણના શિવરાજપુર પાસેથી એલસીબીએ કારનં.જીજે-03-ડી-એન-0819માં કારને રોકવાનો પ્રયાસ કરતાં કાર ચાલકે કાર ભગાડી મુકી હતી.એલસીબીની ટીમે કારનો ફીલ્મી ઢબે પીછો કરી આંતરી હતી જેમાં કાર ચાલક નાસી છૂટયો હતો.જયારે કારમાં બેઠેલા ઉંટવડ, બાબરાના નરેશ ઉર્ફે નાગરાજ રવુ ધાધલની ધરપકડ કરી હતી. કારમાં તપાસ કરતા તેમાંથી રૂ.1.33 લાખની દારૂની અલગ-અલગ બ્રાન્ડની 444 બોટલ રૂ.4800ની કિમતના બિયરના 48 ટીન મળી કુલ રૂ.4.52 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પુછપરછ કરતાં નાસી છુટેલો કાર ચાલક ગોંડલના મોટા દડવા ગામનો જીજ્ઞેશપરી બળવંતપરી ગોસ્વામી હોવાનું જણાવ્યું હતું. જયારે દારૂનો જથ્થો ગઢડાના રતનપર ગામના કુલદિપ હાથી ગોવાળીએ સપ્લાય કર્યાનું ખુલ્લું હતું. પોલીસે નાસી છુટેલા કાર ચાલક અને સપ્લાયની શોધખોળ હાથ ધરી હતી.
જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌડના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી પીઆઇ વી.વી.ઓડેદરા સાથે પીએસઆઈ ડી.જી.બડવા,પીએસઆઈ એચ.સી. ગોહીલ સહિત એલ.સી.બી. ટીમે કામગીરી કરી હતી.