બસ સ્ટેન્ડ પાછળ શાંતિ હોસ્પિટલમાં તબીબ ઉપર વેપારીનો હુમલો
તબીબની કાર વેપારીની કાર સાથે અથડાતાં નુકશાનીનો ખર્ચ માંગી હોસ્પિટલમાં ઘૂસી મારામારી કરી
બસ-સ્ટેન્ડ પાછળ કનક રોડ પર આવેલ ક્રિએટિવ ચેમ્બરમાં શાંતિ હોસ્પિટલના સંચાલક યુરોલોજીસ્ટ ડો.પ્રદીપકુમાર શાંતિલાલ શેઠ ની કાર ક્રિએટિવ ચેમ્બરમાંઓફિસ ધરાવતા ઝેરોક્ષ મશીન અને પ્રિન્ટર વેચતા વેપારી પ્રફુલ ટિલવાની કાર સાથે અડી જતાં અકસ્માતનો ખર્ચ આપવા બાબતે પ્રફુલ ટિલવાએ હોસ્પિટલમાં ઘૂસી તબીબ ઉપર હુમલો કરતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસ ઝેરોક્ષ મશીન અને પ્રિન્ટર વેચતા વેપારીની ધરપકડ કરી હતી.
બનાવ અંગેનિર્મલા કોન્વેન્ટ રોડ પર સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી શેરી નં.3 માં રહેતાં શાંતિ હોસ્પિટલના સંચાલક ડો.પ્રદીપકુમાર શાંતિલાલ શેઠ (ઉ.વ.-75) એ ફરિયાદનોંધાવી હતી. ડૉ. પ્રદીપ શેઠ ગઈ તા. 01/09/2023 ના રાત્રીના આઠેક વાગ્યાના પોતાની કાર ચલાવીને હોસ્પીટલે આવતાં હતાં ત્યારે ક્રીએટીવ ચેમ્બરના પાર્કીંગની અંદર દરવાજા પાસે એક કાર પડેલ હોય જેથી તેઓ કારનો વળાક લઇ પાર્કીંગમાં પ્રવેશ કરતા ત્યાં પાર્ક થયેલ કારને થોડી અડી ગયેલ હતી અને તેઓને હોસ્પીટલમાં દર્દી હોય જેથી તેની કાર પાર્કીંગમા પાર્ક કરીને હોસ્પીટલમા જતાં રહેલ હતાં.જેની કાર સાથે તબીબની કાર અથડાઇ તેનો માલિક પ્રફુલ ટિલવા હોસ્પિટલે ઘસી આવેલ અને જોરજોરથી રાડો પાડીને ગાડીમા નુકશાન થયેલ છે જેથી નુકશાનના પૈસા આપવાનું કહેતાં ડૉ. પ્રદીપ શેઠે ગાડીમા વિમો હોય તો વિમામાં રીપેર કરાવી નાખો જે કોઇ ચાર્જ થશે તે હું તમને ચુકવી દઇશતેમ કહ્યું હતું. છતાં પ્રફુલે મને અત્યારે જ નુકશાનીનો ખર્ચ આપો તેમ કહી ડૉ. પ્રદીપ શેઠ ઉપર હુમલો કર્યો હતો અને તેમનો હાથનો અંગૂઠો મરડી નાંખ્યો હતો. બનાવમાં એ. ડિવિઝન પોલીસે જીવરાજ પાર્કમાં રહેતા અને ઝેરોક્ષ મશીન અને પ્રિન્ટર વેચતા વેપારી પ્રફુલ હિરલાલ ટિલવાની ધરપકડ કરી હતી.